ઇંગ્લીશ દારૂની સફળ રેડ કરતી ભુજ શહેરની બી ડિવિઝન પોલીસ, 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂ.36900 /-નો મુદ્દામાલ કબ્જે કરાયો આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
એમ.એસ.ભરાડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા એન.વી.પટેલ ના.પો.અધિ.શ્રી ભુજ વિભાગ,ભુજ ના માર્ગદર્શન અને સુચના મુજબ પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લામાં પ્રોહી. તથા જુગાર જેવી ગેર કાયદેસર પ્રવૃતિ અટકાવવા માટે તથા આ બદી દુર કરવા માટે સખત કાર્યવાહી કરવા સંદર્ભે આજ રોજ અત્રેના પો.સ્ટેના પો.ઇન્સ.શ્રી જે.એમ.આલ તથા એ.એસ.આઈ.મુળભારથી ગુંસાઈ તથા પો.હેડ.કોન્સ પંકજકુમાર તથા પો.કોન્સ નરેશગીરી તથા હરપાલસિંહ તથા દશરથભાઈ તથા મયુરસિંહ સરકારી તેમજ પ્રાઈવેટ વાહનથી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન માધાપર શ્રીજી સ્કૂલ પાસે આવેલ રમેશ જેઠા પટેલ ના વરંડામાં ઇંગ્લીશ દારૂની લે-વેચ થાય છે તેવી બાતમી મળતા પંચો સાથે રેડ કરતાં ત્યાં (1) રમેશ જેઠાભાઇ પટેલ રહે,માધાપર (2) જીવરાજ ભોજરાજ ગઢવી રહે,માધાપર (3) વિપુલ પરષોતમ ગોર રહે,માધાપર (4) મહેન્દ્રગીરી ઉર્ફે ભીખો વાલગીરી ગુંસાઈ રહે,નાગોર વાળાને પકડી લીધેલ અને તેમના કબજામાંથી અલગ-અલગ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-44 કિ.રૂ.17600 /-તથા ક્વાટર નંગ-148 કિ.રૂ.14800 /- તથા મોબાઈલ ફોન નંગ- 5 કિ.રૂ.4500 /- એમ, કુલ્લે રૂપિયા.36900 /- નો મુદ્દામાલ મળી આવેલ છે. તથા આ કામે પકડાયેલ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ એ.એસ.આઈ.મુળભારથી ગુંસાઈ ચલાવી રહ્યા છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.