જુનાઘાટા નજીવી બાબતે દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને મારી ઇજા કરતા પતિ વિરુદ્ધ ફરિયાદ

f1a64a385280bfcbc3c5ed2e3123c39dced65af6ffc21bae97371351cd800d84

નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામના ઉર્મિલાબેન વિજયભાઇ વસાવાની ફરિયાદ મુજબ તેમના પતિ વિજયભાઇ મણીલાલ વસાવાએ તેમની પાસે જમવાનું માંગતા પત્ની એ જમી લેવા જણાવતા તું મને જમવાનું પીરસીને કેમ આપતી નથી તેમ કહી ઉશ્કેરાઇ જઇ પથ્થર છુટો મારી દેતા ઇજા કરી ત્યારબાદ ઘરમાં પડેલ દાતરડુ મારતા પત્ની દાતરડુ પકડવા જતા હાથે કોણીના ભાગે વાગી જતા ઇજા થયેલી તેમજ લાકડીની એક ઝાપટ મારી ગેબી ઇજા કરતા પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ કરતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે