રવિવારના રોજ સમગ્ર કચ્છ જીલ્લામાં રામનવમીની ઉત્સાહ ભરે ઉજવણી કરવામાં આવી તેવામાં જ ભુજ ખાતે રામનવમીનીપૂર્વ સંધ્યાએ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રી રામના ૧૨૯ મી જન્મદિન નિમિતે સમસ્ત હિન્દુ સમાજ તથા હિન્દુ યુવા સંગઠન ભુજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભુજના સમસ્ત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા રેલીને ભુજ શહેર વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા અને જિલ્લા પ્રમુખ બળુભા વાઘેલાએ સ્ટાર્ટ આપ્યો હતો. રામમંદિર-હમીરસરથી બાઇક રેલી હમીરસર તળાવ,સંજોગનગર,સરપટ ગેટ,લાલટેકરી,બસ સ્ટેશનથી રામ મંદિર પૂર્ણ થઈ હતી. દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.