ભુજના ટાઉનહોલ ખાતે ૩૫૦ જેટલા પ્રાથમિક આચાર્યોને ગુણોત્સવનું માર્ગદર્શન અપાયું.પ્રથમ દિવસથી કાર્યક્રમની શુરૂઆત કરવા પર ભાર મુકાયો.

ભુજના ટાઉન હોલમાં રવિવારના ૩૫૦ જેટલા પ્રાથમિક શાળાના આચાર્યોને ગુણોત્સવનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સત્રના પ્રથમ દિવસથી જ કાર્યક્રમની શરૂઆત કરવા પર ભાર મૂક્યો હતો. તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને ભુજ તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યોની ગુણોત્સવ સંદર્ભે બેઠક મળી હતી.જેમાં જિલ્લાનું ગ્રેડમાં સુધારો લાવવા હાકલ કરવામાં આવી હતી.પ્રારંભે આવકાર પ્રવચન બાદ ડીપીઇઓ  સંજય પરમારે તાલુકામાં એક પણ સ્કૂલ સી અને ડી ગ્રેડમાં ન રહે તે જોવા આચાર્યોને કાળજી રાખવા જણાવાયું હતું. બાળકોના વાચન,લેખન,પ્રવૃતિઓ,પ્રોજેકટ,ઇકોકલબની પ્રવૃતિઓનું નિદર્શન કરવા,પ્રાથનાસભા વૈવિધસભર બનાવવા,ડેડ સ્ટોકનો નિકાલ કરવા,મધ્યાન ભોજન,સેનિટેશન વગેરેમાં સ્વચ્છતા જાળવવા,વિદ્યાર્થીઓની હાજરી વધારવાના પ્રયત્નો કરવા આચાર્યોને શીખ આપવામાં આવી. સીઆરસી તથા બીઆરસી કેળવણી નિરીક્ષકો,ટીપીઇઓએ સઘન મોનિટરિંગ કરી પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુધારવાના પ્રયત્નો કરવા માટે સૂચનાઓ આપી હતી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *