મર્યાદા પુરષોતમ શ્રી રામ ભગવાનની જન્મ જયંતિ પ્રસંગે કચ્છ સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના ઐતિહાસિક ધરોહર સમા રમકુંડ માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
મર્યાદા પુરષોતમ શ્રી રામ ભગવાનની જન્મ જયંતિ એટલે કે, રામનવમીના પાવન પ્રસંગે તેની પૂર્વ સંધ્યાએ કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજની ઐતિહાસિક ધરોહર એવા રામકુંડ મધ્યે સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ચલાવવામાં આવ્યું હતું.આ અંગે કચ્છના સાંસદ સભ્ય શ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે આપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત ના સંકલ્પને સાર્થક બનાવવા સ્વચ્છ અભિયાનો ચલાવવામાં આવે છે. રામકુંડ એ ખુબ પવિત્ર મનાતું ભુજનું એકમાત્ર સ્થળ છે. આ પવિત્ર સ્થળની મુલાકાત લેવા લોકો આવતા રહે છે. રામનવમીના પ્રસંગ નિમિતે કરવામાં આ સફાઈ એ ખુબ જ આંદની વાત છે. પરંતુ આવા ઐતિહાસિક પ્રવાસન સ્થળની સફાઈ માત્ર રામનવમીના દિવસે જ કરવામાં આવે છે.પરંતુ પછી તે તરફ ધ્યાન ન દોરવામાં આવે તો એ યોગ્ય છે ? પવિત્ર પ્રવાસન સ્થળોએ આપણા દેશની શાન બનાવે છે. તો આવા પવિત્ર સ્થળોની આટલા સમયમાં તંત્ર દ્વારા શા માટે કાળજી નથી લેવાઈ ? તંત્ર દ્વારા આ બાબત પર ધ્યાન અપાય એ અનિવાર્ય છે. કે જેથી દેશની ઐતિહાસિકતા પણાની શાનમાં કોઈ ખામીઓ ન જણાય તથા લોકો બે ઘડી આવા પવિત્ર સ્થળે આવી સ્વચ્છતા કોઈ આનંદ મેળવે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.