ભુજ તાલુકાનાં ભુજોડી ગામે આવેલું પ્રવાસન સ્થળ વંદે માતરમ મેમોરિયલ નિયમોનું ભંગ કરીને બનાવવામાં આવ્યું છે.તો આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

ભુજ તાલુકાનાં ભુજોડી ગામ સ્થિત પ્રવાસન સ્થળ આશાપુરા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત સંસદ ભવન એ એક ખુબ જ મોટું મહાપાયા પર બાંધકામ કરેલ છે. જે બાંધકામ બાબતે તાલુકા વિકાસ અધિકારી કચેરી દ્વારા રિપોર્ટર દ્વારા આ કોઈ પણ જાતની મંજૂરી વગર કરાયેલ છે. તેવું જાણવા મળેલ. જોડ્ડન ૫ ના નિયમ અનુસાર કચ્છમાં ૯ મીટરથી વધુ ઊંચાઇના બાંધકામ પર અટક છે. પરંતુ આ સંસદ ભવનનું બાંધકામ ૧૬ મીટરની ઊંચાઇનું કોઈ પણ જાતની ભાડા તથા એપ્રુવલ એન્જિયર પાસેથી મંજૂરી મેળવ્યા વગર  કરેલ છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતો મુકાયેલ છે. જે આગળ જિલ્લા કક્ષાએ આ સંસદ ભુવનને શીલ કરવા રજૂઆતો કરાયેલ છે. સંસદ ભવનએ રાષ્ટ્રીય ધરોહર હોતા તેની કોપી કરવી એ યોગ્ય ન હોતા, તથા ભારત સરકારની મંજૂરી લીધા બાદ કદાચ આ કાર્ય કરી શકાય પરંતુ અહીં જાણવા મળતી વિગતો અનુસાર અહીં આ માટે ભુજોડી ગ્રામપંચાયતની પણ મંજૂરી લીધેલ નથી. પ્રવાસીઓ પાસેથી આ દ્વારા વધુ ફી વસુલી થતી લૂંટ અટકાવવા રજૂઆતો થયેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *