વિશ્વ રંગભૂમિ દિન નિમિતે ભુજની લાલન કોલેજના એમ્ફિ થિએટરમાં સંસ્કાર ભારતી સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત મંગળવારે તા.27 ના ભુજ શહેરમાં આવેલ લાલન કોલેજના સાનિધ્ય અને એમ્ફિ થિએટરમાં ‘સંસ્કાર ભારતી ‘ભુજ શહેર સમિતિ દ્વારા વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણીનો વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક કલાકાર માટે વિશ્વ રંગભૂમિ દિવસનું મહત્વ અનેરૂ હોય છે. કલાનો સાધક આ દિવસે કલાના આરાધ્ય દેવ નટરાજની પુજા કરી તેમની સાધના અર્પણ કરે છે. યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમની શુરૂઆત નટરાજની મૂર્તિની પ્રાથના સાથે કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સ્ટેજની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં મોમાઈ,મિમિક્રી,નૃત્ય નાટિકા,જૂની રંગભૂમિનું મંથન તેમજ એકાકી નાટ્ય પણ ભજવાયું હતું. અહીં નૂપુર એકેડમી દ્વારા શિવપાર્વતીનું નૃત્ય તથા ઋષી જોષીના ગ્રૂપ દ્વારા મોમાઈ ક્રુતિ રજૂ કરાઇ હતી.આ અર્થે કલાકારોએ લાગણી વ્યક્ત કરી હતી. કે સરકાર દ્વારા સહકાર અપાયો હોત તો કલાની સાચી કદર કરી ગણી શકાત તથા અપીલ વ્યક્ત કરાઇ હતી કે જેમ બીજા પ્રદેશોમાં જેમકે અમદાવાદ,બરોડા બધે આર્ટને લગતી યુનિવર્સિટી હોય છે.તેમ કચ્છ યુનિવર્સિટી દ્વારા પણ કલા અને આર્ટને લગતા કોર્સ શુરૂ કરાય તો કચ્છના બાળકોને કલાનું ધોરણ શીખવા બહાર જાવુ ના પડે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.