જલોતરા પાસે ટ્રેક્ટર પાછળ બાઇક ઘુસી જતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત

વડગામ તાલુકાના જલોતરા નજીક આવેલા એક કોલ્ડ સ્ટોરેજ સામે ટ્રેક્ટર પાછળ બાઇક ઘુસી જતા જગાણાના આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું. મંગળવારના રાત્રીના સમયે પાલનપુરથી અંબાજી જવાના હાઇવે પર આવેલા જલોતરા પાસે બટાકા ભરીને ડીવાઇડરની વચ્ચે આવેલી જગ્યામાંથી રોડ ક્રોસ કરીને સામેના રોડ પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં બટાકા લઇ જઇ રહેલા ટ્રેક્ટરની પાછળ બાઇક લઇને પસાર થઈ રહેલા પાલનપુર તાલુકા જગાણા ગામના કલ્પેશગીરી ગોસ્વામી (ઉ.વ.આશરે ૩૫) ડીવાઇડર નજીકની જગ્યામાંથી વળી રહેલા ટ્રેક્ટરની પાછળ અથડાઇ જતાં યુવકને ગંભીર ઇજાઓ થતાં યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. અકસ્માતની જાણ મોરીયા ઓપીના જમાદારને થતાં જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા યુવકની લાશને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવી વાલીવારસોને સોંપવા તજવીજ હાથ ધરી હતી. વડગામ પોલીસ મથકે આ પુછપરછ કરતાં ફરજ પરના પીએસઓએ હજુ સુધી કોઇ ફરિયાદ થઇ ન હોવાનું જણાવ્યું હતું.

ભાભર થી દિયોદર હાઇવે ઉપર ખારા ગામ નજીક વજન ભરેલી એક આઇસર ટ્રક નં.G.J 18..A.U.7562 સાથે ઇકો ગાડી નં. G.J.16. B.B.6024 ધડાકાભેર ટકરાતાં ઇકો ગાડીનો ભુક્કો વળી ગયો હતો. જ્યારે ઇકો ગાડીના ચાલક ઠાકોર પથુભાઇ ઇશ્વરભાઇ (ઉ.વ.આ.રપ રહે તીથગામ તા.વાવ)નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઇકો ગાડીમાં સવાર રમેશભાઇ મંજીભાઇ (ઉ.વ.આ.૩૨)ને ઇજા થવા પામી હતી. મૃતક ને પી.એમ.માટે ખસેડી ઘાયલને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.