પોરબંદર કોસ્‍ટગાર્ડ દ્વારા દરિયામાં રેસ્‍કયુ ઓપરેશન : બોટમાં આગ લાગતા તમામ ૭ ખલાસીઓને બચાવી લીધા

 હર્ષદ અને નાગકા પાસે દરિયામાં અેક ફિશીંગ બોટમાં અકસ્‍માતે આગ લાગતા તે અંગેની જાણ કોસ્‍ટગાર્ડને કરી હતી અને કોસ્‍ટગાર્ડે તેમના પેટ્રોલીંગ જહાજથી તુરંત સ્‍થળ પર પહોંચીને આગ લાગેલ બોટમાં પાણીનો મારો ચલાવી આગ બુઝાવીને બોટના તમામ ૭ ખલાસીઓને તેમના જહાજમાં લઇને સમયસર હોસ્‍પિટલે સારવાર અપાવી હતી બોટના તમામ ખલાસીઓનો બચાવ થયો.