સંગીતકાર શિવરામ પરમારના ધર્મ પત્ની અમીબેનને ટેરોટ રીડર 2021 એવોર્ડથી સન્માનિત કરાયા
રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારના ધર્મપત્ની અમીબેન પરમારને મુંબઈ ના “ફાઉન્ડેશન પીપલ” તરફથી ભારતના પ્રખ્યાત ટેરોટ રીડર 2021 નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
અમી શિવરામ છેલ્લા દસ વર્ષથી આ ફિલ્ડમાં પૂર્ણ પણે કાર્યરત છે અને વિશ્વ ના ૧૪ થી વધારે દેશોમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.આ સેવા દ્વારા તેઓ લોકોની અનેક સમસ્યાઓનું નિરાકરણ કરીને તેઓને ખુશહાલ જીવન તરફ વાળી રહ્યા છે.ટેરોટ રીડિંગ સાથે સાથે તેઓ વાસ્તુશાસ્ત્ર ન્યુમોરોલોજી એટલે કે આંકડાશાસ્ત્ર હીલિંગ તથા કાઉન્સિલિંગ ની પણ સેવાઓ આપી રહ્યા છે.
ગત વર્ષે ભારત ની એસ્ટ્રોવર્ડ સંસ્થા તરફથી ભારતના ઉચ્ચ અને પ્રખ્યાત ૧૦ ટેરોટ રીડરમાં તેમને ત્રીજા નંબરે સ્થાન આપવામાં આવ્યું હતું. આજકાલ દેશ અને દુનિયામાં ઘણા લોકો અંધશ્રદ્ધા તરફ વળી રહ્યા છે ત્યારે એ અંધશ્રદ્ધા માંથી બહાર કાઢી ભારતીય શાસ્ત્રો ને અનુસરી કેવી રીતે એક સકારાત્મક જીવન બનાવી શકાય એ માટે સરળ અને સચોટ માર્ગદર્શન આપીને તેમના જીવનને એક સકારાત્મક રસ્તા તરફ વાળે છે.આમ લોકોને ખુશહાલ જીવન તરફ વાળવા ને પ્રશંસનીય સેવા બદલ અમીબેન પરમાર ને આ એવોર્ડ આપી સન્માનિત કરાયા એ બાબત રાજપીપળા માટે ગૌરવ છે.