ખેડોઇ ગામેથી દેશી દારૂની ચાલુ ભટ્ઠીનો કેસ શોધી કાઢતી અંજાર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી/જુગારના કેસો શોધી સૂચના હોઇ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા સાહેબનાઓની ખાનગી હકીકત રાહે બાતમી હકીકત મળેલ કે મોટી ખેડોઇ ગામે રહેતો મેઘરાજસિંહ નારૂભા જાડેજા પોતાના રહેણાંક મકાનના ડેલામા આવેલ ઓરડીમા દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ગાળે છે જે હાલમાં ચાલુ છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે જે જગ્યાએ સ્ટાફના માણસો સાથે રેડ કરતા નીચે મુજબનો પ્રોહી મુદામાલ મળી આવેલ. હાજર ન મળી આવેલ આરોપી:- મેઘરાજસિંહ નારૂભા જાડેજા રહે. વીડા ફળીયુ મોટી ખેડોઇ તા.અંજાર કબ્જે કરેલ મુદામાલ (૧) ગરમ આથો લીટર ૧૦૦ કિ.રૂ.૨૦૦/- (ર) ઠંડો આથો લીટર ૧૧૦૦ કિ.રૂ.૨૨૦૦/- (૩) દેશીદારૂ લીટર ૬૦ કિં.રૂ.૧૨૦૦/- (૪) એલ્યુમીનીયમનુ ગમેલુ નંગ-૧ કિ.રૂ.૧૦૦/- (૫) કરણફુલ નંગ-૧ કિ.રૂ.૦૦/- (૬) ગેસ ના બાટલા નંગ-૨ કિ.રૂ. ૩૦૦૦/- (૭) ગેસનો ચૂલો નંગ-૧ કિ.રૂ.૫૦૦/- એમ કુલ કિ.રૂ.૭૨૦૦/-* આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.