ચૈત્ર સુદ ચૌદસ એટલે કે હાટકેશ જયંતિ,કચ્છ ભરમાં આ દિવસને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો તેવામાં જ ભુજ શહેર ખાતે દાદા શ્રી હાટકેશની પાલખીયાત્રા કાઢવામાં આવી.
ચૈત્ર સુદ ચૌદસ એટલે કે હાટકેશની જન્મજયંતી કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં તથા હાટકેશ જયંતીની પૂર્વ સંધ્યાએ શ્રી હાટકેશ દેવની જન્મજયંતિની ઉત્સાહ પૂર્વક ઉજવણીનો આયોજન કરવામાં આવેલ દાદા શ્રી હાટકેશની પાલખી યાત્રા ભુજના રાજયમાર્ગો એટલે કે હાટકેશ મહાદેવ મંદિરથી શરૂ કરી ભુજના નાગરચકલા વિસ્તારમાંથી ફરી હાટકેશ મહાદેવ મંદિરે પહોંચેલ.અહીં જ્ઞાતિજનો સૌએ આ રવાડીને આનંદ અને ઉલ્લાસથી માણ્યું હતું. તથા સંધ્યાએ સમૂહભોજનનો પણ આયોજન કરવામાં આવેલ.આ ઉપરાંત હાટકેશ મહાદેવની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ પણ ખૂબ ભાવપૂર્વક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાંચ બટુકોને સાતુ અપાયું હતું. દાદા શ્રી હાટકેશ દેવનો મહિમા અનંત છે. મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અહીં ઉપસ્થિત રહ્યા હતા. આ રવાડીમાં આશરે હજારથી પંદર સો ભક્તો જોડાયા હતા.સૌએ આ અવસરને ખૂબ આનંદથી માણેલ.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.