પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 89મી પુણ્યતિથિ નિમિતે ભુજના જયુબિલી સર્કલ પાસે આવેલી તેમની પ્રતિમાને સમાજના આગેવાનો દ્વારા હારરોપણ કરાયું.
ભાનુશાલી સમાજના બહોળી અને દેશદાઝ એવા પંડિતશ્રી શ્યામજી કૃષ્ણ વર્માની 89મી પુણ્યતિથિ નિમિતે ભાનુશાલી સમાજના તમામ આગેવાનો ભુજ તાલુકાનાં પ્રખ્યાત એવા જયુબિલી સર્કલ પંડિત શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને સન્માનિત કરવા એકઠા થયા હતા. ફક્ત ભાનુશાલી સમાજનું જ નહિઁ પરંતુ આપણા કચ્છનું ગૌરવ એવા પંડિત શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની 89મી પુણ્યતિથિ છે. ત્યારે એકઠા થયેલા સર્વે આગેવાનો દ્વારા ભુજના જયુબિલી સર્કલ પર આવેલ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાનો હારરોપણ કરવામાં આવ્યું હતું.પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ આપણી આઝાદીની લડતના મહાક્રાંતિકારી વીર પુરુષ લડવૈયા તથા દેશપ્રેમી મહાન પુરુષ હતા.તેઓ દેશ માટે નો પ્રેમ તથા આપણા દેશ માટે કઇપણ કરી છૂટવાની ભાવના લોકોના હદયમાં આજ પણ જાગૃત કરે છે. આવા મહાન પુરૂષોને લોકો આજ પણ દિલથી યાદ કરી તેઓનું વંદન કરે છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.