ગઇકાલે મહાવીર જયંતિ નિમિતે માધાપરના શ્રી વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવકમંડળ દ્વારા ગૌ સેવાના લાભાર્થે રઢિયાળી રાતનો રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું.
ગઇકાલે રાત્રે મહાવીર જયંતિના અવસરે ભુજ તાલુકાનાં માધાપર ગામે શ્રી વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ માધાપર દ્વારા ગૌ સેવાના લાભાર્થે રઢિયાળી રાતનો રંગ કસુંબલ લોકડાયરાના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું.આપણને બાળપણથી જ એ સાંભળવા મળે છે તથા શીખવાય છે કે ગાય એ આપણી માતા છે. માતા માટે કઈક શુભ વિચારવું કરવું એ આપણાં સૌનો ધર્મ છે. ગાયને આપણે બચાવવી જોઈએ.માત્ર જૈન સમાજ નહિઁ પરંતુ સમગ્ર દેશમાં રહેતા હિન્દુ તથા મુસ્લિમ સમાજને ગાયના કલ્યાણ માટે કઈકને કઈક કરવું જોઈએ માધાપર આ લોક્ડાયરામાં અભિનેત્રી પૂનમ પાંડેજી,સ્ટાર પલ્સ ના પ્રખ્યાત અભિનેત્રી સ્વાતી શાહ,ફિલ્મ અભિનેત્રી રિયા અગરવાલ જેવા કલાકાર સેલિબ્રિટીઓ પણ આમંત્રિત કરાયા હતા.આ સાથે અહીં ભુજના ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્ય,ત્રિકમભાઇ છાંગા,દિલિપભાઈ ત્રિવેદી વિનોદભાઇ પુરષોતમભાઈ સોલંકી તેમજ અનેક તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત સદસ્યો અને સામાજિક કાર્યકરોએ હાજરી આપી હતી. ઉપસ્થિત સૌએ ગૌ કલ્યાણના અર્થાતે વધુને વધુ લોકોને સંદેશો પહોંચાડવા પ્રયત્નો કર્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.