મુન્દ્રાના મોટા કપાયા કન્યા શાળા ખાતે કિશોરી સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરાઈ.
મુન્દ્રા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – વાંકીના મેડિકલ ઓફિસર ,સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ પ્રા. કન્યા શાળા મોટા કપાયા ખાતે કિશોર સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. આર.કે.એસ.કે.કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલા દ્વારા કિશોરાવસ્થામાં થતા શારીરિક, માનસિક, સામાજિક અને જાતીયવિકાસ અને ફેરફારો અંગે, પોષણ અને પોષક તત્વો જેવા કે કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, ચરબી, વિટામિન, મિનરલ્સ અને પાણી અંગે તેમજ એનિમિયા વિશે, આઈ.એફ.એ ગોળી લેવાથી થતા ફાયદા વિશે તેમજ કિશોરાવસ્થામાં થતા જુદા-જુદા કેફીદ્રવ્યોના વ્યસન અંગે અને તેના કારણે થતી શારીરિક, માનસિક અને શેક્ષણિક કારકિર્દીને લગતી સમસ્યાઓ વિશે માનસિક સ્વાસ્થ્ય વિશે માર્ગદર્શન આપ્યું. ડૉ. કાવેરી મહેતા દ્વારા આર.બી.એસ.કે પ્રોગ્રામ વિશે અને કોરોનાવાયરસ દરમિયાન રાખવાની સાવચેતી વિશે કિશોર -કિશોરીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. આરોગ્ય કર્મચારી હિતેષ ધાંધલીયા દ્વારા વાહક જન્ય રોગો ડેન્ગ્યુ મેલેરિયા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. બી.આર.સી. માંથી પ્રેરક સાહેબ દ્વારા સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ વિશે સમજ આપી. ત્યારબાદ આરોગ્ય વિષય વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું ૧ થી ૫ નંબર પર આવેલ દર્શના બેન મહેશ્વરી , પૂજાબા જાડેજા , વિરલબેન ગઢવી ,નંદનીબેન મહેશ્વરી , અને ૬ થી ૧૦ માં નંબર પર આવેલ કિશોરી સોઢા મિત્તલ બા , નાયક સંગીતા, પરમાર હેતલ , પરમાર કિંજલ રૂક્ષા તુંર્ક ને ઇનામો આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું .દરેક કિશોરીઓને સેનેટરી પૈડ અને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો. ત્યારબાદ શિક્ષક સેવન્તિલાલ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી જેલમબેન જરાદી અને સ્કૂલ સ્ટાફ અને સી.એચ.ઓ જ્યોતિ જોશી, આશા કાર્યકર રતન બેન મહેશ્વરી નો ખુબ જ સારો સહયોગ રહયો.