બાબરા નીલકંઠ યુવક મંડળ દ્વારા ધૈર્યરાજ સિંહની સહાય માટે ફાળો એકત્રિત કરવામાં આવ્યો
બાબરા નીલકંઠ યુવક મંડળ દ્વારા ત્રણ માસના માસુમ બાળકની જિંદગી બચાવવા માટે હાઈવે રોડ ઉપર ઊભા રહી અને વાહનચાલકો પાસેથી ફાળો એકત્રિત કરવામાં આવ્યો એસ.એમ.એ.૧ નામની ગંભીર બિમારીથી પીડાતા ત્રણ માસના માસુમ બાળકની જિંદગી બચાવવા સારવાર માટે રૂપિયા ૧૬ કરોડના ઇન્જેક્શન ની જરૂર છે ત્યારે પરિવાર પાસે પૈસાની સગવડ ના હોય ત્યારે પરિવારજનો દ્વારા દેશના લોકોને અપીલ કરી મદદરૂપ થવા અરજ કરી હતી ત્યારે સમગ્ર દેશ છે તે ફૂલ નયને ફુલની પાંખડીના ભાગ રૂપે ફાળો આપી મદદરૂપ થઇ રહ્યા છે ત્યારે બાબરા નીલકંઠ યુવક મંડળ દ્વારા રાજકોટ ભાવનગર હાઇવે રોડ ઉપર ઊભા રહી વાહનચાલકો પાસેથી ધૈર્યરાજ સિંહની સહાય માટે રૂપિયા ૧ લાખ જેવી માતબર રકમ એકત્રિત કરવામાં આવી હતી ત્યારે બાબરા શહેર નીલકંઠ યુવક મંડળના સભ્યોની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.
રિપોર્ટ : આદીલખાન પઠાણ (બાબરા)