સાયલાના લીંબાળામાં વિજ પોલ ઉપરથી ૫૫ ફૂટ નીચે પડતા ૨ ના મોત

જેમાં અલગ-અલગ સ્થળોએ ૧૫થી વધુ વિજપોલ નાંખવામાં આવ્યાં છે ત્યારે લીંબાળા ગામની સીમમાં ઉભા થયેલા વિજટાવરમાં પાંચ વિજવાયરોનું જોડાણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારે રસલપુર ગામના અમરાભાઈ ભુદરભાઈ નાયકા ઉ.વ.૫૨ અને જશવંતભાઈ ચતુરભાઈ નાયકા છઠ્ઠા વિજ વાયરનું જોડાણ કરી રહ્યાં હતાં તે દરમ્યાન દરમ્યાન અચાનક વિજટાવરના પોલ નમી જતાં યુવાન અને આધેડ મજુરો ૫૫ ફૂટ નીચે પટકાતા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે સાયલા હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ સારવાર મળે તે પહેલા જ બંન્નેનું મોત નીપજયું હતું જે મામલે ધજાળા પોલીસ મથકે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી હતી જયારે આ બનાવની જાણ થતાં લીંબડી પોલીસ કાફલો દ્યટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.નડાળા – ઢીંકવાળી સબ સ્ટેશનની લાઇન નાખવાની કામગીરી ચાલતી હતી સાયલાના ઢીકવાળી ગામે ૬૬ કે.વી.સબ સ્ટેશનનું નવીનીકરણ શરૂ થતાં લીંબાળા ગામે વીજ ટાવરમાં વીજ જોડાણનું કામ ચાલતું હતું . તે સમયે વીજ ટાવરના પોલ નમી જતા કામ કરી રહેલા યુવાન અને આધેડ ૫૫ ફૂટ નીચે પટકાતા બંનેનું મોત નીપજયું હતું.સાયલાના ઢીકવાળી ગામે ૬૬ કે.વી.સબ સ્ટેશનનું નવીનીકરણ શરૂ થયું છે . છેલ્લા દોઢ વર્ષથી નડાળાથી ૧૧ કીમી વીજ ટાવર , પોલ અને વીજ વાયરો નાખવાનું કામ ચાલુ છે . જેમાં જુદા જુદા સ્થળોએ ૧૫ થી વધુ શ્રમજીવીઓ કામ કરી રહયા છે .બંને મૃતદેહો ને સાયલા ખાતે પી.એમ માટે મોકલી ધજાળા પોલીસે બંનેના અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતીપરિવારજનોને જાણ થતા આક્રંદ ફેલાયો હતો પરિવારજનોએ લાસની અંતિમ વીધી માટે પોતાના વતનમાં લઇ ગયા હતા.