વંથલીના સાંતલપુર વાડી વિસ્તારમાં ત્રણેક વર્ષથી અનડીટેકટ રહેલ ગુન્હો ડીટેકટ કરી ટ્રેકટર ટ્રોલી રીકવર કરતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ

રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે અન્વયે પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ બનેલ હોય. તે જગ્યાની વીજીટ લઇ બનાવ સ્થળની આસ-પાસના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી આવા ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. પો.હેડ.કોન્સ. વિક્રમભાઇ ચાવડા, પો.કોન્સ. સાહિલભાઇ સમા, દેવશીભાઇ નંદાણીયાને હકિકત મળેલ કે, જાંબુડા ગામે રહેતો અને પહેલા સાંતલપુર ગામે રહેતો દિપેન ઉર્ફે બીપીન કોળીએ ચોરી કરેલ છે. અને આ ઇસમે ટ્રોલી વંથલી તાલુકાના બંટીયા ગામના ધણસેરમાં રાખેલ છે. અને પોતે ત્યાં ટ્રોલી પાસે ઉભેલો છે હકિકત આધારે તપાસ કરતા ચોરીમા ગયેલ ટ્રોલી પાસે એક ઇસમ ઉભેલ હોય. જે પોલીસને જોઇ ભાગવા જતા હસ્તગત કરી ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લાવી પુછપરછ કરતા જણાવેલ કે, અગાઉ પોતાએ સાંતલપુર ગામના કડવાભાઇ મનજીભાઇ મોણપરાનું ભાગીયું રાખેલ હતું અને સાંતલપુર ગામમાં રહેતો હતો ત્યારે આ મુકેશભાઇને તેની ટ્રોલી વેચવાની હતી જે પોતાને ખબર હતી અને આ ટ્રોલી મુકેશભાઇની વાડીએ રાખેલ હતી. અને પોતાને પૈસાની જરૂરીયાત હોય જેથી પોતાના સબંધી દિપકભાઇ કાનાભાઇ કોળી જે માધવપુર વાડીએ રહે છે તેને વાત કરેલ કે પોતાએ ટ્રેકટરની ટ્રોલી વેચાતી લીધેલ છે અને ભાડેથી આપવાની છે. તેમ વાત કરતા આ ટ્રોલી દિપકભાઇ લઇ ગયેલ હતો અને માધવપુર પાણાની ખાણમાં ચલાવતો હતો અને દસેક દિવસ પહેલા પોતાને દિપકે વાત કરેલ કે હવે આ ટ્રોલીની જરૂરીયાત નથી જેથી પોતે કહેલ કે તું ટ્રોલી મુકી જા તેમ કહેતા તે ટ્રોલી મુકવા આવેલ અને આ ટ્રોલી પોતાએ બંટીયા ગામ બાજુ ધણસેરમાં રખાવી દીધેલ હતી. અને પોતાએ આ ટ્રોલીના ચેસીસ નંબર ચેકી નાખેલ હતા. જેથી સદર ટ્રોલી રજી નંબર જીજે-૦૩-એવી-ર૦ર૨૪ની કિ.રૂ.૪૦,૦૦૦/- ગણી ઉપરોકત ગુનાના કામે કબ્જે કરી વંથલી પો.સ્ટે.ને આગળની કાર્યવાહી થવા અર્થે આરોપી દિપેન ઉર્ફે બીપીન કાનાભાઇ ચુડાસમા ઉ.વ.૩૫ ધંધો. ડ્રાઇવીંગ હાલ રહે. જાંબુડાગામ, વેરવા રોડ, પાણીની ટાંકી સામે, ધોરી વાડી વિસ્તાર, નિતેશભાઇ જલુની વાડીએ તા.માણાવદર મુળ વતન. બાલાગામ તા.કેશોદ સામે કાર્યવાહી કરી છે.ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. આર.કે.ગોહિલ તથા ડી.જી બડવા તથા એ.એસ.આઇ. વિ.એન.બડવા, પો.હેડ.કોન્સ. વિક્રમભાઇ ચાવડા, શબીરખાન બેલીમ, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, નિકુલ પટેલ તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ સોનારા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, સાહિલભાઇ સમા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, દિનેશભાઇ કરંગીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.