ગૌરવની વાત છે કે લીમડી તાલુકા માં સૌપ્રથમ પહેલી વાર કોળી પટેલ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

લીંબડી તાલુકાના કટારિયા ગામ ખાતે કોળી પટેલ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કોળી પટેલ સમાજના નાના મોટા યુવાનો એ રક્તદાન કર્યું. રક્તદાન શિબિરમાં લીંબડી તાલુકાના તેમજ આજુબાજુના વિસ્તારના કોળી પટેલ સમાજના ડોક્ટરોએ પણ હાજરી આપી હતી. આ રક્તદાન શિબિરમાં 74 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં મુખ્ય મહેમાન ડીઆર જયેશભાઈ મેણીયા ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન કોળી પટેલ સમાજના યુવા પરિવર્તન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696