સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા મહેસૂલી તલાટી દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું

0dc0291a-9e51-4795-a5db-89b955aad71d

મહેસૂલી તલાટી નિમણૂક વર્ષ 2010 તથા 2016 દરમિયાન થયેલ છે.તલાટીઓની નિમણૂક ને આજે ચાર વર્ષ અને છ મહિના પૂર્ણ થયેલ છે. તથા પગાર ના નિયત પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ થવામાં આશરે છ મહિના બાકી રહેલ છે જો પૂર્વ સેવા તાલીમ તાકીદે યોજવામાં નહીં આવે તો ફિક્સ પગારમાંથી નિયત નિમણૂક મેળવવામાં પણ વિલંબ થાય તેમ છે. ખાતાકીય પરીક્ષાઓ જેવી કે નાયબ મામલતદાર માં ભરતી માટેની લાયકાત પરીક્ષા (LRQ) થી વંચિત રહ્યા છીએ પૂર્વ સેવા તાલીમની પરીક્ષા પાસ ન કરવા ના કારણે નિયમિત પગાર ધોરણમાં સમય કરવા અંગેની પ્રક્રિયા પણ મોડી થવા સંભવ છે. આમ પૂર્વ સેવા તાલીમ લેવાની સાથે નિયત તકોમા પૂર્વ સેવા  તાલીમાન્ત પરીક્ષા કરવાની રહેતી હોય આ અંગે અમારી રજૂઆતને ધ્યાને લઇ યોગ્ય કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ અંગે મહેસુલી તલાટીઓ દ્વારા સચિવ મહેસુલ વિભાગ મુખ્ય શાખા ને પણ નકલ રવાના કરી છે રજૂઆત કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે સરકારશ્રી તલાટીઓના પડતર પ્રશ્નોને લઇને કેટલી સંવેદનશીલ જણાય છે.

રિપોર્ટર: મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696