ઓખાના સાગર ”સુરક્ષા કવચ”અભિયાન દ્વારા મરીન પોલીસ ઓખાનું કામયાબ ઓપરેશન.

ઓખા સાગર ‘ સુરક્ષા કવચ ‘ અભિયાન અંતર્ગત મરીન પોલીસ ઓખાનું કામયાબ ઓપરેશન ઓખા મંડળ દેવભૂમી દ્વારકામાં સાગર કવચ અભિયાન અંતર્ગત ઓખા મરીન પોલીસની પેટ્રોલીંગની બોટ દ્વારા 24 કલાકનું પેટ્રોલીંગ ચાલુ હતું ત્યારે આજરોજ રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ એક સંકાસ્પદ માચ્છીમારની બોટ ”સાંઇ સંજર આઈ.એન.ડી.જી.જે.11-એમ-8601 ઓખાના કિનારાથી થોડીક દૂર નજરે પડી હતી, ત્યારે આ બોટને ટેક ઓવર કરીને મરીન પોલીસની પુચ્છ પરછ કરવામાં આવી હતી. ત્યારે બાદ આ બોટને સંકાસ્પદ જાણતા તે બોટના સાધન ચેક કરતાં તેમાંથી આર.ડી.એક્ષનો જથ્થો મળતા પોલીસ પણ ચોકી ગઈ હતી. આ બોટને ઓખા બંદર પર લઈ આવવામાં આવી હતી. ત્યાં કોસ ગાર્ડ જવાનનું એક મોકડ્રીલ હોવાની જાણ થતાં બધાએ હાસકારો અનુભવ્યો ત્યારે ઓખા મરીન પોલીસની આ કામગીરીને કોસગાર્ડે સાબાસી આપી હતી.

 

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *