ભારત વિકાસ પરિષદ દ્વારા શહીદ દિન નિમિત્તે વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

મુન્દ્રા તારીખ 23/ 3 /2020
ભારત વિકાસ પરિષદ દ્વારા શહીદ દિન નિમિત્તે વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ વિદ્યાભારતી શૈક્ષણિક મહાસંઘ એવર રેડી ટીન વિન્ગસ રાષ્ટ્રીય સેવીકા સમિતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા શ્રી સરસ્વતી શિશુ મંદિર થી શરૂ થઈ ગામના મુખ્ય માર્ગો મારફતે આ રેલી ખારવા ચોક પર સભા માં રૂપાંતરિત થઈ હતી જ્યાં મુન્દ્રા બારોઇ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ શ્રી કિશોરસિંહ પરમાર કારોબારી ચેરમેન શ્રી ડાયાલાલ ભાઈ આહીર ઉપ પ્રમુખ શ્રીમતી ચંદ્રીકાબેન પ્રકાશભાઈ પાટીદાર નું ભારત વિકાસ પરિષદ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મુન્દ્રાના સંચાલક શ્રી રાજેશભાઈ બલાત ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી મહેશભાઈ ઓઝા (સહકાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત) નું માર્ગદર્શન રહ્યું હતું જેમણે શહીદ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવના જીવનમાંથી નવ યુવાનોને પ્રેરણા લેવા જણાવ્યું હતું. સ્વાગત પરિચય ભારત વિકાસ પરિષદ મુન્દ્રા પ્રમુખ શ્રી ભૂષણભાઈ ભટ્ટ તથા આભાર દર્શન ઉપપ્રમુખ શ્રી ભાવેનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું સંચાલન શ્રીમતી પૂજાબેન જોશીએ સંભાળ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ મંત્રી ડો કૈલાશ નાંઢા, સંગઠન મંત્રી હાર્દિક ગણાત્રા, સહમંત્રી રાજેન્દ્ર કુબાવત, મહિલા સંયોજક આ આરતી બેન ભટ્ટ, રેનીશ રાવ તથા abvp ના રોહિત દનીચા, રાજદીપસિંહ જાડેજા હિત પટેલ, વીએચપીના ભાવેશભાઈ રાવલ, ટીન વિંગ્સ ના સૌમ્ય અધિકારી, રાજીવ ભાઈ ત્રિવેદી, તૃપ્તિબેન ઠાકર, ગૌરાંગ ત્રિવેદી એ જહેમત ઉઠાવી હતી. સમગ્ર આયોજનમાં નવનિર્વાચિત કાઉન્સિલર શ્રી ઓ અને વિશાળ સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા બાળકો ઉત્સાહ સાથે ભગતસિંહ ની વેશભૂષા માં જોડાયા હતા.