ગાંધી માર્કેટમાં ફરી છત ધરાશાઈ

ગાંધીધામમાં આવેલ ગાંધી માર્કેટમાં ઇમારત જર્જરિત હોવાના કારણે ગાબડા પડવાની ઘટનાઓ બની રહી છે ત્યારે દોઢેક વર્ષ પહેલા વેપારીઓએ આ મુદ્દે ફરી એક વખત રજુઆત કરી મરમત કરાવવા માંગણી કરી હતી. પાલિકા આ બાબતે 23 લાખના ખર્ચે કામગીરી કરાવવા ટેન્ડર પણ બહાર પડ્યા હતા. પણ કાંઈ ગતિ વિધિ થઇ નથી. દરમિયાન આજે ફરી એક વખત ગાંધી માર્કેટની છતમાં ગાબડું પાડવાની ઘટના ઘટી હતી. સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી. તેમજ અગાઉ 6 ફેબ્રુઆરી 2021ના રોજ શ્રી શક્તિ સેલ્સ નામની દુકાનમાં ગાબડું પડતા પંખો પડતા જાનહાની ટળી હતી. તો તંત્ર શુ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?  ગાંધી માર્કેટમાં અંદાજે 146 જેટલી દુકાન – ઓફિસો છે. અવાર નવાર છતમાંથી ગાબડાં પડવાને લાઈને ઘટનાઓ બનતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.  તેમજ આ બાબતે વેપારીઓએ 8 ફેબ્રુઆરી 2021ના પણ રજુઆત કરી હતી પણ તંત્રની નજરે ચડતું નથી. આ બાબતે પીએમઓને પણ રજુઆત કરાઈ હતી પણ કાંઈ જ કામ થઇ શક્યું ન હતું.