ગઢસીશા પ્રાથમિક કન્યા શાળાના શિક્ષકને શ્રેષ્ઠ બી.એલ.ઓ.નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

ગઢસીશા પ્રાથમિક કન્યા શાળાના શિક્ષક ને શ્રેષ્ઠ બી.એલ.ઓ.નો એવોર્ડ આપી સન્માનિત કરવા માં આવ્યા ગઢસીશા કન્યા શાળામાં ફરજ બજાવતા કાનજી ભાઈ મહેશ્વરી એ વર્ષ 2020 ની બેવડી સિદ્ધિ હાંસિલ કરી છે. તેમને સૌ પ્રથમ તાલુકા લેવેલે બી.એલ.ઓ નો એવોર્ડ મળ્યા બાદ જિલ્લા લેવેલે થી જિલ્લા કલેકટર ના સિંગનેચર વાળું પ્રમાણપત્ર માંડવી તાલુકા મામલતદાર જયકુમાર રાવળના હસ્તે આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા સન્માનિત થવા પાછળનું કારણ કાનજી સાહેબને ગઢસીશા ગામના જુના વિસ્તારમાં બી.એલ.ઓ ની ફરજ સોંપવા મા આવી હતી અને સંભવિત મતદારો ની યાદી તેમજ ઘર ઘર ની વસ્તીના આંકડા બનાવી એપિક રેશિયાને જાળવવા કરેલ કામગીરી થી 2 માંડવી વિધાનસભા ના ચૂંટણી અધિકારી કે.જી.ચૌધરી સાહેબે પણ તેમની કામગીરી ને બિરદાવી હતી ને કાનજી સાહેબ ની પીઠ થાબડી ને સાબાસી આપી હતી અને કાનજી ભાઈ ને વર્ષ 2020 કોરોના ની કામગીરી કર્યા બદલ રાષ્ટ્ર સૃજન અભિયાન દ્વારા કોરોના કર્મવીર સન્માન થી સન્માનિત પણ કરાયા હતા. કાનજી ભાઈ ને એક સાથે તાલુકા અને જિલ્લા કક્ષા એ થી એવોર્ડ મળતા શાળા ના આચાર્ય જીજ્ઞેશભાઈ ભાવસાર એસ.એમ.સી.ના અધ્યક્ષ વંદનાબેન મોતા તેમજ શાળા ના સ્ટાફ અને ગામ લોકો દ્વારા કાનજી ભાઈ ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને કાનજી સાહેબ ની મુલાકાત લેતા તેમણે જણાવ્યું કે આ મારું નહિ પણ મારી શાળાનું સન્માન છે.
રિપોટબાય: દિલીપસિંહ જાડેજા ગઢસીશા