અંજાર શહેરમાં એક તરફ પાણીના ફાફા બીજી તરફ પાણીના ઝરણા

અંજાર શહેરમા પાણી માટે અનેક વિસ્તારો મા ઉનાળા ની શરૂઆતે જ ઉકળાટ લોકો મા જોવા મળી રહેલ છે ત્યારે અંજાર નગર પાલિકા ની ઘોર બેદરકારી ના કારણે અંજાર શહેર માં આવેલ વોર્ડ શિવ સાગર સોસાયટી મધ્યે છેલ્લા ૪ દિવસ થી પાણી ની આંતર લાઇન મા ભંગાણ પડવા ના કારણે હજારો લીટર પાણી વેડફાઇ રહ્યું છે.પરંતુ કુંભકર્ણ ની નિદ્રા માણી રહેલ તંત્ર તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિઓ પોતાની વિજય ઉત્સવ માથી હજી બહાર આવી શક્યા નથી. એક તરફ ગુજરાત સરકાર પાણી બચાવો અભિયાન ચલાવી રહી છે બીજી તરફ ગુજરાત સરકાર સામે બાંયો ચડાવી અંજાર નગર પાલિકા પાણી વેડફો અભિયાન ચલાવી રહી છે તેવું દેખાઈ રહ્યું છે તેવા કટાક્ષ સાથે પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારા એ અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.

રિપોર્ટ બાય:નિર્મલસિંહ જાડેજા-અંજાર