રાજકોટમાં ST બસના એક ડ્રાઈવર શરાબ સાથે પકડાયો

મળતી માહિતી મુજબ/ રાજકોટમાં ST બસના ડ્રાઈવર-કંડકટરો દ્વારા જ નશાકારક પદાર્થોની હેરાફેરી ચાલી રહી છે. તેમજ 1 ડ્રાઈવર શરાબની બોટલો સાથે એસ.ટી.ની વિજીલન્સ સ્કવોડે દબોચી લીધાનું હતું. આથી ગઈકાલે તા.2-4ના રોજ વિજીલન્સ સ્કવોડની ટીમ દ્વારા વાંકાનેર ડેપોની દાહોદ-વાંકાનેર રૂટની બસ નં. 2556 ને ચોટીલા હાઈવે પર સાંજે સાત વાગ્યાની આસપાસ અટકાવવામાં આવી હતી અને આ બસના ડ્રાઈવર રમેશભાઈ નરેન્દ્રભાઈ પરમારની તલાશી લેવામાં આવી હતી. આ ડ્રાઈવરના થેલાની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારુની બોટલ નંગ 5 કીંમત રૂા.2200 મળી આવેલ હતી. આથી રાજકોટ એસ.ટી. વિભાગની વિજીલન્સ ટીમે તાત્કાલીક આ ડ્રાઈવરને ઝડપી લઈ ચોટીલા પોલીસ મથક મધ્યે સોંપી આપેલ હતો. આ ડ્રાઈવર સામે ચોટીલા પોલીસ દ્વારા કાયદેસરની તપાસ આદરેલ છે.