કોરોના સંક્રમણથી બચવા માટે રસીકરણનો મહત્તમ લાભ લેવા બોટાદ મુખ્ય જિલ્લાર આરોગ્યા અધિકારીનો જિલ્લાની જનતાને અનુરોધ

બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી આપણે COVID-19 એટલે કે કોરોનાની મહામારીના સંક્રમણથી મુશ્કેલી અનુભવિ રહ્યા છીએ. તેમાં હાલ છેલ્લા થોડા દિવસોથી સમગ્ર ગુજરાતમાં તેમજ ગુજરાતના મોટા શહેરો જેવા કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં કોરોના વાઇરસનું સંક્રમણ ખુબજ ફેલાઈ રહ્યું છે. આ મોટા શહેરોમાં અંદાજે રોજના ૧૫૦૦ થી પણ વધારે કેસો નોંધાય રહ્યા છે.

આપણો બોટાદ જીલ્લો આ મોટા શહેરો સાથે ધંધાકીય અને સામાજિક રીતે ખુબજ જોડાયેલો છે. જેના કારણે બોટાદ જીલ્લાના નાગરિકોની જુદી જુદી જરૂરિયાત અનુરૂપ મોટા શહેરોમાં અવર જવર પણ થતી રહેતી હોય છે. જેના કારણે બોટાદ જીલ્લામાં પણ કોરોના વાઇરસ સંક્રમણ વધવાની ખુબજ શક્યતા રહેલી છે. જેનાથી  બચવા માટે સામાજિક અંતર રાખવું, માસ્કનો ઉપયોગ કરવો તેમજ સેનીટાઈજરના ઉપયોગ બાબતે સાવચેતી રાખવી અત્યંરત જરૂરી તો છે. ઉપરાંત કોરોના સંક્રમણથી બચવા માટે હાલ સરકારશ્રી દ્વારા છેલ્લા ત્રણેક માસથી સરકારી કર્મચારીઓ/અધિકારીઓ  તેમજ કોરોના મહામારીમાં કામ કરતા પ્રથમ હરોળના કર્મચારીઓ આરોગ્ય અને પોલીસ વિભાગ સહીત ૬૦ વર્ષથી ઉપરના વયોવૃદ્ધ અને ૪૫ વર્ષથી વધારે ઉમરના તમામ લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. બોટાદ જીલ્લામાં તમામ પ્રાથમિક આરોગ્ય  કેન્દ્રા, શહેરી આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મુલ્યે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. બોટાદ જિલ્લારમાં અત્યાર સુધીમાં ૪૧૩૦૦ થી વધારે વ્યક્તિઓને કોરોના રસીકરણથી રક્ષીત કરવામાં આવ્યા છે.

કોરોના સંક્રમણથી બચવા તેમજ રક્ષણ મેળવવા માટેનો રસીકરણ એક માત્ર મહત્વનો ઉપાય હોઈ, જિલ્લા માં ચાલતી કોરોના વિરોધી રસીકરણ કામગીરીનો વધુમાં વધુ લોકો લાભ લે અને બોટાદ જિલ્લાને કોરોના સંક્રમણથી બચાવવા બોટાદ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જીલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવેલ છે.