સાયલાનાં સીમમાં દેશી શરાબ તેમજ આથા સાથે 3 જબ્બે

મળતી માહિતી મુજબ: સુરેન્દ્રનગર જીલ્લામાં ઈંગ્લીશ શરાબ તેમજ દેશી શરાબ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓએ ચાલી રહી છે ત્યારે સાયલા તાલુકાના નીનામા ગામની સીમમાં દેશી શરાબની ભઠ્ઠી ધમધમતી હોવાની ખબર મળી આવતા જીલ્લા પોલીસવડાની સુચનાથી સાયલા પીએસઆઈ સહિતના સ્ટાફે છાપો માર્યો હતો. આ અંગે તમામ મુદ્દામાલ જપ્ત કરી ધજાળા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.