રાપર તાલુકાના ખાંડેક ગામે ગૌરવ સરકાર સંકલિત બાળ વિકાસ યોજનાના તેલના ડબ્બાનો પ્રાઈવેટ દુકાનો માં વેપલો
 
                
રાપર તાલુકાના ખાંડેક ગામે ગૌરવ સરકાર સંકલિત બાળ વિકાસ યોજનાના તેલના ડબ્બાનો પ્રાઈવેટ દુકાનો માં વેપલો ચાલી રહ્યો છે ખાંડેક ગામના જાગૃત નાગરિક દ્વારા મિડીયા નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે
ખાંડેક ગામની અંદર પ્રાઈવેટ દુકાનો માં
ગુજરાત સરકાર ના લેબલ વારા અને 1710 રૂપિયા ની M. R. P વારા તેલના ડબ્બા ખાંડેક ગામમાં 2000 ના ભાવે વેચાઇ રહ્યા છે જ્યારે મિડીયા કર્મી દ્વારા સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા અને સ્થાનિક લોકો ની મુલાકાત કરતા તેલના ડબ્બા ખરીદનાર લોકોએ જણાવ્યું કે અમોએ સરકારી લેબલ વારા તેલના ડબ્બા 2000 ના ભાવ ના ખરીદ્યા છે અને હજુ પણ દુકાનદારો પાસે સ્ટોક છે જ્યારે આઈ. સી. ડી. સી. એસ ના અધિકારી નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમારા ધ્યાનમાં આવું કઈ છે નહીં અને તપાસ કરવીએ તો ખબર પડે હવે જોવાનું એ રહ્યું કે દુકાનદારો અને દુકાનદારો ને તેલના ડબ્બા પહોંચાડતા આંગણવાડી કેન્દ્રો ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે
 
                                         
                                        