રાપર ખાતે પ્રાંત અધિકારી કોવિડ-19 અંતર્ગત એકશન મોડમા બેઠક બોલાવી

રાપર: આજે રાપર શહેરમાં સીએચસી ખાતે કોવિડ-19 ના રેપિડ એન્ટીજન ટેસ્ટ મા પચાસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં સોળ કેસો નોંધાયા હતા અને રાપર તાલુકા મા ગ્રામ્ય વિસ્તારોમાં પાંત્રીસ થી વધુ રેપિડ એન્ટીજન ટેસ્ટ મા કેસો આવતા હડકંપ મચી ગયો છે ત્યારે રાપર શહેરમાં કોવિડ-19 ના કેસ વધતા અટકાવવા માટે જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે એ એક્શન મોડમાં આવી રાપર તાલુકામાં કોવિડ-19 અંતર્ગત કોરોના ની ગાઈડલાઈન નો ભંગ કરવા બદલ તાત્કાલિક પગલાં લેવા માટે સુચના આપવામાં આવી હતી અને તંત્ર ને કડક પગલાં લેવા માટે તાકીદ કરી હતી ત્યારે રાપર મામલતદાર કચેરી ખાતે આવેલ રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ મધ્યે ભચાઉ પ્રાંત અધિકારી પી એ જાડેજા ના અધ્યક્ષ સ્થાને કોવિડ-19 ના અમલ કરવા માટે તાકીદ ની બેઠક મળી હતી જેમાં તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા ચીફ ઓફિસર મૌલિક વૈંશ નાયબ મામલતદાર મહેશ ઠક્કર પીએસઆઇ જી. જી. જાડેજા એન. ડી. પરમાર સહિત ના અધિકારીઓ અને કોવિડ-19 અંતર્ગત હેઠળ ની ટીમ ના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક મા પ્રાંત અધિકારી પી એ જાડેજા એ રાપર શહેર અને તાલુકા મા કોવિડ-19 નો ભંગ કરતાં દુકાનદારો અને વાહન ચાલકો તેમજ માસ્ક ના પહેરતા લોકો ની સામે તેમજ સોશિયલ ડીસ્ટનશીંગ નો ભંગ કરતાં લોકો ને સબક શીખવાડી ને કોવિડ-19 ની ગાઈડલાઈન મુજબ રાખવા માટે કડક સુચના આપી હતી તો આજે રાપર શહેરમાં મામલતદાર પ્રજાપતિ ચીફ ઓફિસર મૌલિક વૈંશ પોલીસ ઈન્સ્પેક્ટર જે. એચ. ગઢવી સહિત ની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં માસ્ક વગર ફરતા પંદર લોકો ની સામે દંડનીય કાર્યવાહી કરી હતી તો સોશિયલ ડીસ્ટનશીંગ નો નિયમ તેમજ માસ્ક વગર ના લોકો અને જે સ્થળે સેનેટાઈઝેશન ની સગવડ ના હોય તે સ્થળે રાખવા માટે સુચના આપી હતી અત્રે એ ઉલ્લેખનીય છે કે રાપર શહેરમાં બશ સ્ટેશન માલી ચોક મુખ્ય બજાર દરીયાસ્થાન મંદિર રોડ ની બજાર સલારી નાકા ભુતિયા કોઠા સહિત ના વિસ્તારમાં વેપારીઓ જ સોશિયલ ડીસ્ટનશીંગ નો ભંગ કરી રહ્યા છે અને વગર માસ્કે ધંધો રોજગાર કરી રહ્યા છે તે કોરોના ને આમંત્રણ સમાન છે આવા અનેક વેપારીઓ સામે તંત્ર પગલાં લે તેવી માંગ ઉઠી છે તો રાપર શહેરમાં અનેક મોબાઇલ શોપમાં સોશિયલ ડીસ્ટનશીંગ નો ભંગ થઈ રહ્યો છે એક ગ્રાહક મોબાઇલ ખરીદવા માટે આવે છે તો સાથે ચાર થી પાંચ લોકો ને પ્રવેશ અપાઈ રહ્યો છે તો શાકભાજી માર્કેટમાં તો કોરોના ની ઐસી કી તૈસી જેમ ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે તો આવા સંજોગોમાં કોવિડ-19 ના ભંગ કરતાં વેપારીઓ ગ્રાહકોને અને શાકભાજી વેચાણ કરતા લોકો સામે કડક પગલાં ભરવા જોઈએ નહિતર આવા સ્થળોએ જીવતા બોમ્બ સમાન કોરોના વાયરસ આવે તેવી શક્યતા છે આમ રાપર તાલુકા મા કોરોના ના કેસ મા ઉછાળો આવ્યો છે ત્યારે તંત્ર એ કડક પગલાં લેવા ની શરૂઆત કરી છે.