જૂનંસેઈ તેરા સાવા બૌદ્ધ ભિક્ષુ મહેશ્વરી “મહેશ પંથ” સંપ્રદાયથી ખૂબ જ લગાવ ધરાવે છે

માંડવીના દરિયા કિનારે વિશ્વ શાંતિ અને કોરોના મહામારીનો નાશ થાય તે માટે સાધના કરી રહેલા ૭૫ વર્ષીય બૌદ્ધ ભિક્ષુક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.માંડવીના કાશી વિશ્વનાથ બીચ પર ધર્મ-ધૂમરી નામ નું વાજિંત્ર અને મંત્રોચ્ ચાર સાથે છેલ્લા ત્રણ દિવસથી સાધના કરી હતી…. જેમના પરમ શિષ્ય

ઉત્તર કોરિયાના તાનાશાહ વડા કિમ જોંગ પણ  નદ મસ્ત છે.

 મૂળ જાપાનના હાકુઈ હસીકાવા મા જન્મેલા બૌદ્ધ ભીક્ષુ જૂનંસેઈ તેરા સાવાએ. ૧૭ વર્ષની ઉંમરે તેમના ગુરુ  ચિતા દાસ્તુ પાસેથી દીક્ષા લીધી હતી. ૨૧ વર્ષની ઉંમરે પ્રથમ વખત ભગવાન બુદ્ધ ની જન્મભુમી ભારતની યાત્રાએ તેમના ગુરૂ સાથે આવ્યા હતા…

શાંતિદૂત તરીકે આખા વિશ્વમાં ભ્રમણ કરી રહ્યા છે, લોકોમાં બૌદ્ધિક વિચારો નું સંચાર થાય વિશ્વ મા શાંતિ બની રહે એ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ બૌદ્ધ ભિક્ષુ મહેશ્વરી “મહેશ પંથ” સંપ્રદાયથી ખૂબ જ લગાવ ધરાવે છે.જૂનંસેઈ તેરા સાવા બૌદ્ધ સંત માંડવી તાલુકાનાં જનકપુર ના મહેશ્વરી પરિવારના ઘરે બપોરનું ભોજન લીધું હતું. આજથી પાંચ વર્ષ પહેલા મતિયા દેવ ના મેળા દરમિયાન પગપાળા યાત્રામાં આવેલા હતા. ત્યારે જનકપુર ના અશોકભાઈ મહેશ્વરી ની સાથે મુલાકાત થઇ હતી.

પુરા પરિવાર સાથે ભોજન લઇને ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વાજિંત્રો વગાડીને આશીર્વાદ આપ્યા હતા…

મહેશ્વરી સમાજ સાથે આધ્યાત્મિક પ્રેમ તો ખરો જ ગાંધીધામના ભરતભાઈ મહેશ્વરી અને નાગલપુર ના જીતુ ભર્યા ના ઘરે પણ અલ્પઆહાર કર્યો હતો…

કચ્છના જાણીતા ગાઈડ શંકર  ધેડા સાથે વાત કરતાં કહ્યું કચ્છ થી કરાચી ની શેણી થર યાત્રા ખડિયા યાત્રા શરૂઆત  થાય તો તેમને વધુ આનંદ આવે. તેમને વિશેષ વાત કરતાં જણાવ્યું  કે ભારતમાં બૌદ્ધ ધર્મ ને જીવંત રાખવામાં બાબાસાહેબ આંબેડકરનું સિંહફાળો છે. મહેશ પંથી સંપ્રદાયનું ખુબ જ મોટા પ્રમાણમાં જ્ઞાન ધરાવે છે,આ બૌદ્ધિક સંત, મામઈ દેવ, મતિયા દેવ,લુણંગ દેવ અને ધણીમાતંગ વિશેની સંપૂર્ણ માહિતી ધરાવે છે.તેમણે શેણી થર કરાચીની યાત્રા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી…

બૌદ્ધ ભીક્ષુઅે શીખ સંપ્રદાય નું  ગુરુનાનક યાત્રા વિશે ઉદાહરણ આપ્યું હતું.. બે વર્ષ પહેલા ગુરુ નાનક દેવજીની ૫૫૦ મી જન્મજયંતિ નિમિત્તે, પાકિસ્તાનમાં સરહદી જિલ્લાને ઐતિહાસિક ગુરુદ્વારાને જોડતો સૂચિત કરતારપુર કોરિડોર બનાવવાની શીખ સમુદાયની લાંબા સમયથી માંગ પર પંજાબના ગુરદાસપુર જિલ્લામાં કેન્દ્રની મોદી સરકાર, ૨૦૧૮ માં ડેરા બાબા નાનકથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી કોરિડોર બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી અને કામ શરૂ કરી નાખ્યું. આને ધ્યાનમાં રાખીને, કચ્છ થી કરાચી શેણી થર ની ખડીયા જાત્રા પણ થઈ શકે એમ છે.

બૌદ્ધ ભીક્ષુ જૂનંસેઈ તેરા માંડવી તાલુકાના જનકપુર ગામમાં મહેશ્વરી પરિવારની હાજરીમાં જણાવ્યું હતું.