અમરેલી : દલડી ગામમાં નેટવર્ક અને એસ.ટી.બસની સુવિધા આપવામાં તેવી લોકોની માંગ ઉઠી

અમરેલીના ખાંભા તાલુકામાં ગીર મધ્યમાં આવેલુ નાનકડુ એવુ ગામ દલડી ગામ છેલ્લા ઘણા વર્ષોથી સંપર્ક વિહોણુ માનવામાં આવે છે. અને દલડી ગામ અંદાજે ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી વસ્તી ધરાવતું ગામ છે. અને આ ગામમાં કોઈપણ જાતની નેટવર્ક સુવિધા અને એસ.ટી.બસની સુવિધા ન હોવાથી વંચિત છે. અને હાલમાં આ સમયમા આજે પણ આ ગામ છેલ્લા ઘણા વર્ષોથી સુવિધાના અભાવે સંપર્ક વિહોણુ બની ગયું છે. જોકે આ દલડી ગામ ઘણા બધા વિકાસના કામોથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે.તેમજ ગામનો સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે, આઝાદી પછી પણ આ ગામમાં એક પણ મોબાઈલ નો ટાવર ન હોવાથી આ ગામ નો ઈમરજન્સી મા સંપર્ક થઈ શકે તેમ નથી. અને જ્યારે કોઈપણ ઈમર્જન્સી કેસ આવ્યો હોય તો નેટવર્ક સુવિધા ન હોવાથી દર્દીનું મૃત્યુ પણ થઈ જાય છે. અને નેટવર્ક સુવિધા ન હોવાથી આ ગામને સંપર્ક વિહોણુ માનવામાં આવે છે. તેમજ આ ગામના લોકોએ નેટવર્કની બાબતે પ્રશ્નો વીશે અવાર-નવાર લેખીત અને મૌખિકમા રજુઆતો કરવામાં આવી છે…
દલડી ગામના સરપંચ નનુભાઇ જાડેજા દ્વારા પણ આ ગામની નેટવર્ક સુવિધા અને એસ.ટી. બસ ની સુવિધાઓ માટે અવાર-નવાર અનેક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈપણ જવાબ આપવામાં આવતો નથી. અને સરપંચ નનુભાઇ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, મારે ગામમાં વિકાસ ધણો કરવો છે. પણ સરકાર મને ગ્રાન્ટ નથી આપતી. અને ગ્રાન્ટ બાબતે પણ મેં રજૂઆત કરેલ છે. તો પણ કઈ જવાબ આવ્યો નથી. આજરોજ અમોએ દલડી ગામની રૂબરૂ જઈ મુલાકાત લીધી હતી. તો ખરેખર આ ગામમાં કોઈપણ મોબાઈલ નેટવર્ક પણ આવતો નથી. અને એસ.ટી.બસ ની સુવિધાથી વંચિત છે. અને આ ગામની ખરેખર બહુ ખરાબ પરિસ્થિતિ છે. આ દલડી ગામના લોકો એક જ વસ્તુ મીડિયાના માધ્યમથી ગ્રામજનો કહી રહ્યા છે, કે અમારા ગામમાં નેટવર્ક સુવિધા અને એસ.ટી.બસ ની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે. અને સરકાર આ મારો અવાજ સાંભળે. કેટલાય વર્ષોથી અમારા ગામમાં કોઇપણ પ્રકારની સુવિધા નથી. અને આ ગામને નેટવર્ક સુવિધા ક્યારે મળશે? અને ગામ લોકોના પ્રશ્નોનો હલ ક્યારે થશે?. હવે આવનારા સમયમાં જોવાનુ એ રહ્યુ કે, આ ગામને નેટવર્ક અને એસ.ટી.બસ ની સુવિધા ક્યારે મળશે? અને ગામના લોકોના પ્રશ્નોનો હલ ક્યારે થશે?. એ તો આવનારા સમયમાં જોવાનું રહ્યું…..
વીઓ(૩):- દલડી ગામમાં એસ.ટી.બસ શરૂ કરવા માટે વિદ્યાર્થી તેમજ લોકોમાં માંગ ઉઠી છે. વિદ્યાર્થી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે, અમારા ગામમાં એસ.ટી.બસ ની સુવિધા ન હોવાથી પ્રાઇવેટ વાહન બાંધીને જવું પડે છે. અને મોંઘુ ભાડું પણ આપવુ પડે છે. તો પણ સ્કૂલના સમયે નથી પહોંચી શકતા. એસ.ટી.બસ ની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને રાજુલા , તેમજ નાગેશ્રી ,અને ખાંભા , વિદ્યાર્થીઓ શાળાએ તેમજ કોલેજે જતા હોય છે. અને આવવા જવા માટે જવા માટેની એસ.ટી.બસ ની સુવિધા ન હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અને કોઈપણ બે ટાઈમ જેમાં વિદ્યાર્થીઓ શાળા તેમજ કોલેજના સમયે પહોંચી શકે. અને ગામના લોકોને પણ અવર-જવર કરવામાં સરળ પડે તે હેતુથી એસ.ટી. બસ સેવા ચાલુ કરવામાં આવે અને સાથે-સાથે નેટવર્ક ની પણ સુવિધા આપવામાં આવે તેવુ દલડી ગામના લોકોની માંગ ઉઠી છે. અને વહેલી તકે સરકાર દ્વારા દલડી ગામમાં જે સુવિધાથી વંચિત છે. એ સુવિધા આપવામાં આવે અને આખરે આ ગામના પ્રશ્નોનું હલ થશે કે નહીં એ જોવાનું રહ્યું.
બાઈટ ૧:- ગિરધરભાઈ ઉનાગર (દલડી ગામ નાગરિક)
બાઈટ ૨:- નનુભાઈ વલીભાઈ જાડેજા, (દલડી ગામ સરપંચ)
બાઈટ ૩:-પ્રવીણભાઈ પાંડવ (દલડી ગામ નાગરિક)
બાઈટ ૪:- રાઠોડ શિલ્પાબેન (વિદ્યાર્થીની દલડી ગામ)
રીપોર્ટર:- ધર્મેશ મહેતા રાજુલા…