રસીકરણ કરાવીએ પરિવાર, સમાજ અને રાષ્ટ્રને સ્વસ્થ બનાવીએ

રસીકરણ કરાવીએ પરિવાર સમાજ અને રાષ્ટ્રને સ્વસ્થ બનાવીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના રસીકરણના રાષ્ટ્ર કલ્યાણકારી આહવાનને ઝીલી લઇએ એમ કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ, કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવા અને નાથવા હાલ રસીકરણ હથિયારથી લડત આપવી પડશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આ આહવાનથી રાષ્ટ્રમાં તા.૧૧ થી ૧૪ મી એપ્રિલ-૨૦૨૧ દરમ્યાન આજથી પ્રારંભ થયેલા રસીકરણ ઉત્સવમાં ભુજ તાલુકાના સુમરાસર પેટા આરોગ્ય કેન્દ્રમાં પણ રસીકરણ ઉત્સવ ઝુંબેશ હેઠળ કચ્છના નાગરિકો ઉત્સાહભેર રસી લેવા ઉમટયા હતા.

આ તકે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ પોતાની પ્રેરક ઉપસ્થિતિ સૌને પ્રોત્સાહિત કરતાં વધુમાં જણાવ્યું હતું કે, “આપ સૌ કોરનાને મ્હાત આપવા રસી લેવા આવ્યા તે બદલ આપ સૌને ધન્યવાદ આવનારા સમયમાં રાષ્ટ્રને સ્વસ્થ બનાવવા રસીકરણનો લાભ લો અને લેવડાવો. રાષ્ટ્રીયસ્તરે શરૂ થયેલા આ મહાઅભિયાનમાં પોતાની સેવા આપનારા અને ફરજ નિભાવનારા સૌને આ તકે હું બિરદાવું છું એમ પણ તેમણે ઉપસ્થિતોને પ્રોત્સાહન આપતાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર કચ્છમાં આજથી પ્રારંભ થયેલા રસીકરણ ઉત્સવમાં વિવિધ સમાજો, સંગઠનો અને સંસ્થાઓ પણ પોતાનું સેવા યોગદાન, આરોગ્ય શાખા સાથે સંકળાઇને આપી રહયા છે. આ કામગીરી સાથે સંકળાયેલા સૌ કોરોના વોરિયર્સનો પણ સાંસદશ્રી આભાર માન્યો હતો.