અબડાસા તાલુકાના જખૌ બંદર પર જેલી ફિશના વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ ગંધકી કરવામાં આવી રહી છે

અબડાસા તાલુકા ના જખૌ બંદર પર હાલે જેલી ફિશની સિઝન હોવાથી, જેલી ફિશની માછીમારી કરવામાં આવી રહી છે. માછીમારો જેલી ફિશ ને બોટ મારફતે જખૌ બંદર પર લઈ આવે છે, અને જેલી ફિશ ના વેપારીઓને આપી દે છે. વેપારીઓ દ્વારા જેલી ફિશને મોટા મોટા ટાંકાઓ માં સ્ટોર કરવામાં આવે છે. જેલી ફિશ ના ટાંકાઓ માં દરિયાનું પાણી અને સાથે કેમિકલ નાખવામાં આવે છે. જેથી જેલી ફિશ વેંચવા લાયક થઈ જાય, ટાંકાઓ માં જેલી ફિશ ને કેમિકલ અને દરિયાના પાણી થી ધોવાણ કરવામાં આવે છે. ધોવાણ કર્યા પછી જેલી ફિશ ને અલગ અલગ પ્લાસ્ટિક ની બાલટીઓ માં પેકીંગ કરીને સ્ટોર કરવામાં આવે છે. ધોવાણ થઈ ગયા પછી ટાંકાઓ માં બાકી રહેલ જેલી ફિશનું ખરાબો વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ ગટર માં અને   દરિયામાં છોડી દેવામાં આવે છે. જેલી ફિશનું ખરાબો દરિયામાં છોડી મુકવાથી તેઓ દ્વારા દરિયાઈ સુષ્ટિ ને ખૂબ ભારે નુક્શાની કરવામાં આવી રહી છે અને દરિયાના પાણીને પણ દૂષિત કરવામાં આવી રહ્યું છે. તેમજ અમુક વેપારીઓ દ્વારા જેલી ફિશનું ખરાબો ખુલ્લેઆમ ગટર ની નાલીઓમાં છોડી દેવામાં આવે છે. જેથી ખરાબો ના કારણે ખૂબ ભારે ગંધી વાસ આવે છે અને  સ્થાનિકો ને ત્યાં રહેવું મુશ્કેલ થઈ ગયો છે. સ્થાનિકોનું કહેવું છે કે વાસ એટલી હદ સુધી આવે છે કે અમો ને ખાવવા-પીવાનું મુશ્કેલ થઈ જાય છે, તેમજ ગટર ના પાણી માં જેલી ફિશનો ખરાબો છોડવાથી ઝેરી મચ્છરોનું પણ ઉપદ્રવ ખૂબ વધ્યો છે, જેથી ગંભીર ગંભીર બીમારીઓ પણ થવા લાગી છે. તેમ છતાં જેલી ફિશના વેપારીઓ દ્વારા જેલી ફિશના ખરાબોને ખુલ્લેઆમ દરિયાના પાણીમાં અને ગટર ની નાલી માં છોડી દેવામાં આવે છે, ખરાબો ને કોઈ અન્ય જગ્યા છોડી દેવા માટે તેઓ દ્વારા કોઈ વ્યવસ્થા અલગ થી કરવામાં આવેલ નથી. અને તેઓ દ્વારા ENVIRONMENT ના નિયમોનું પણ પાલન કરવામાં આવતો નથી, અને સરેઆમ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યો છે. ENVIRONMENT ના નિયમો પ્રમાણે કોઈ પણ ખરાબો ખુલ્લેઆમ ગટર ની નાલીઓમાં છોડવો જોઈએ નહીં, ખરાબો ને ENVIRONMENT ના નિયમો અનુસાર નિકાલ કરવો જોઈએ. સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ આધાર-પુરાવા સાથે વારંવાર રજુઆત કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાથી આજ દિન સુધી જેલી ફિશના વેપારીઓ દ્વારા ખરાબો ખુલ્લેઆમ છોડી દેવામાં આવી રહ્યો છે. જો આવી જ સ્થિતિ રહેશે તો ભવિષ્ય માં જખૌ બંદર પર રહેવું પણ ખૂબ મુશ્કેલ થઈ જશે, અને ખરાબો દરિયા માં છોડવાથી અન્ય માછલીઓના જથ્થા માં પણ ભવિષ્યમાં ફરક આવશે.