માંડવી તાલુકાનાં ગઢશીશામાં કોરોનાનું સંક્રમણ વધી જતાં 6 વાગ્યા બાદ બજારો બંધ કરવાનો આદેશ કરાયો

મળતી માહિતી મુજબ/ પશ્ચિમ કચ્છમાં માંડવી તાલુકાના ગઢશીશામાં કોરોના સંકમણ વધી રહ્યું છે. જેને અટકાવવા માટે ગામના વેપારીઓની સાથે પોલીસ તંત્રની 1 બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના બીમારીની ગંભીરતા જોતા લોકો ગઢશીશા ગામ સાંજના 6:00 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોરના સંક્રમણના અટકાયતી પગલાં સંદર્ભે કચ્છના વિવિધ મથકો એક બાદ એક લોક ડાઉન તરફ વળી રહ્યા છે અને કોરોનાથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે જેના અનુસંધાને આજે ગઢશીશા ગામે પણ આંશિક લોક ડાઉનની જાહેરાત કરી તેમજ લોકોને સરકારની કોરોનાના નિયમનું પાલન કરવા પણ ભાર પૂર્વક જણાવાયું હતું.