અંજાર તાલુકાના મોટી ખેડોઈ ગામમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું હતું

વધતા જતા કોરોના ના કેસ ને લઈને ખેડાઈ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બાપાલાલસિહ, પંચાયતના સભ્યશ્રી, તેમજ ગામના તમામ વેપારીઓ અને ગામના અગ્રણી વિજયસિંહ, મનુભા, સુરૂભા, જિતુભા મોડજીભા, દિગુભા સજુભા ટિલાટ, કીપાલસિહ,પૃથ્વીરાજસિંહ, વગેરે લોકો હાજર રહ્યા હતા અને દરેકને પોતાની ફરજના ભાગરૂપે ત્રણ દિવસના લોકડાઉન માટે સમજાવ્યા હતા. 16, 17, 18 ત્રણ દિવસ ખેડાઈ ગામ સંપૂર્ણ લોકડાઉન પાલન કરશે. સરપંચ શ્રી એ ગામ લોકોને સહકાર આપવા વિનંતી કરી હતી. વિજય સિંહે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળે તેવી પ્રાર્થના કરી હતી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જણાવ્યું હતું. જીતુભા એ જણાવ્યું હતું કે સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે આપણે આપણી પોતાની સાવચેતી અને સલામતી રાખવી જરૂરી છે. અને સૌને સાથ આપી કોરોના જેવી મહામારીને માત આપી માનવતાને મેહકાવીએ.