મહેદાવાદ તાલુકાનાં સિહુંજમાં એક શખ્સે વૃદ્ધ મહિલા પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું.
મહેમદાવાદના સિહુંજમાં લક્વાગ્રસ્ત વૃદ્ધ મહિલા પર 5 દિવસ પહેલા પડોસમાં રહેતા પરણેલા યુવાને બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે બળાત્કાર ગુજારનારા શખ્સની આખરે અટકાયત કરવામાં આવી છે. પોલીસે તે શખ્સને કોર્ટમાં રજૂ કરીને આગળની તપાસ હાથ ધરી છે. સિહુંજ ગામે રહેતા ભરત રાવજી ચૌહાણએ ગત તા.20મી એપ્રિલના રોજ સાંજના સમયના અરસામાં પાડોસમાં રહેતી એક લક્વાગ્રસ્ત વૃદ્ધ મહિલા પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ભરતએ પોતાની હવસને પૂરી પાડવા માટે આ વૃદ્ધ મહિલાને પાસેના એક રૂમમાં લઈ ગયો હતો. જયાં આ વૃદ્ધ મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કર્યું હતું. તે સમયે વૃદ્ધ મહિલાનો પુત્ર અને તેની પત્ની ત્યાં આવી જતાં ભરત ત્યાંથી નાસી ગયો હતો. ત્યાર બાદ મહેદાવાદ પોલીસ સ્ટેશને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનારા ભરત ચૌહાણ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. મહેમદાવાદના પોસઇ.એસ.એન.ચુડાસમાએ આ પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી ભરતને પકડી પાડવા પોલીસના ચક્રો ગતિમાન કર્યા હતા.અને તેને ગણતરીના દિવસોમાં જ તેની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીને મહેદાવાદની કોર્ટમાં રજૂ કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.