માંડવી નગરપાલિકા ખાતે રાજયમંત્રીની અધ્યક્ષતામાં માંડવી-મુન્દ્રાની કોવીડ સમીક્ષા બેઠક યોજાઇ

માંડવી તાલુકામાં કોરાનાની ખરેખર પરિસ્થિતિ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવા તેમજ અગત્યની વ્યવસ્થા ઉભી કરવાના હેતુથી રાજયમંત્રી વાસણભાઇ આહિરની અધ્યક્ષતામાં માંડવી સેવાસદનના કોન્ફરન્સ હોલ ખાતે કોવીડ સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજયમંત્રીએ માંડવી તેમજ મુન્દ્રાના તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ પાસેથી કોરોના ટેસ્ટીંગ કીટની વ્યવસ્થા તેમજ સ્થિતિની વિગતો માંગી હતી.આ તકે માંડવી તેમજ મુન્દ્રા ટી.એચ.ઓ.એ હજુ ટેસ્ટીંગ કીટ માટે રજુઆત કરી હતી. જે રજુઆતને ધ્યાનમાં લેતા જરૂરિયાત મુજબ ટેસ્ટિંગ કીટ ફાળવવા માટે રાજયમંત્રીશ્રીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.માઢકને સૂચન કર્યુ હતું.નોડલ ઓફિસરની નિમણુંક કરવા માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ માંડવી-મુન્દ્રા પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીને જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું બધીજ સુવિધા એક જ જગ્યાએ હોય તો તંત્રને વ્યવસ્થા ઉભી કરવામાં સરળતા રહે અને લોકોને પણ હેરાનગતી નહીં થાય.માંડવી પ્રમુખએ મસ્કા અને માંડવી સ્મશાનગૃહ અગ્નિસંસ્કાર માટે ઈલેકટ્રીક વ્યવસ્થા ઉભી કરવા રજુઆત કરી હતી.મસ્કા માટે ૯.૧૦ લાખના ખર્ચે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેવું કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા જણાવવામાં આવ્યું હતું.માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ એલાયન્સ અને મીમ્સ હોસ્પિટલમાં યોગ્ય મેડિકલ સ્ટાફ વધારવામાં આવે તેવી રજુઆત કરી હતી. જે અંગે અન્ય પદાધિકારીઓ પણ પ્રશ્નો રજુ કર્યા હતા.જે રજુઆતને ધ્યાનમાં લેતા કલેકટરએ માંડવી-મુન્દ્રા પ્રાંત અધિકારીને હોસ્પિટલની જાત મુલાકાત કરવા માટે જણાવાયું હતું.આ ઉપરાંત રાજયમંત્રી,સાંસદ,કરછ કલેકટરતેમજ માંડવી-મુન્દ્રા ધારાસભ્ય દ્વારા માંડવીના ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ અન્ય સંગઠનોને સ્વૈચ્છિક લોકડાઉન અંગે લોકોને જાગૃત કરવા તેમજ તેમાં સહકાર આપવા નમ્ર અપીલ કરી હતી.જે અંગે ગુરુવારે વેપારી સંગઠનો ધારાસભ્ય શ્રી સાથે બેઠક કરશે અને લોકડાઉન અંગે નિર્ણય લેવામાં આવશે. માંડવીમાં સંભવતઃ શનિવારથી 5 દિવસનો લોકડાઉન લાગ શકે છે. આ બેઠકમાં નગરઅધયક્ષા હેતલબેન સોનેજી,અનિરૂદ્ધ દવે, દેવાંગ દવે, વાડીલાલ દોશી, એચ.ઓ. ડો.માઢક, માંડવી-મુન્દ્રાના ટી.એચ.ઓ. ડી.ડી.એ, માંડવી-મુન્દ્રા ટી.ડી.ઓ, મામલતદાર તેમજ અન્ય અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.