અંજાર સામાન્ય વરસાદ થતા ની સાથે જ અંજાર શહેર માં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા

અંજાર સામાન્ય વરસાદ થતા ની સાથે જ અંજાર શહેર માં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને લોકો મુશ્કેલી માં મુકાઇ ગયા હતા. ગાયત્રી સોસાયટી તથા ગંગોત્રી સોસાયટી તરફ જવાના રસ્તે પાણી ભરાઈ જતા અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર ચાર ના કાઉન્સિલર રાજેન્દ્રસિંહ તેજુભા જાડેજા એ નગરપાલિકા માં જાણ કરી તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી માં રાજેન્દ્રસિંહ સાથે સંજયભાઈ જાદવ વોર્ડ ૪ ના કોંગ્રેસ પ્રમુખ અને વનરાજભાઈ ઠાકોર વોર્ડ ૪ ના કોંગ્રેસ ઉપ.પ્રમુખ તથા રોહિતભાઈ પ્રજાપતિ વોર્ડ ૪ ના સોશ્યલ મીડિયા ના પ્રમુખ પણ જોડાયા હતા.