કોરોનાની પરિસ્થિતિ અંગે માંડવી તાલુકા પંચાયતનાં વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાની વેદના

માંડવી તાલુકા અને શહેરમાં જે રીતે દિન પ્રતિદિન કોરોનાં ની ગંભીર પરિસ્થિતિ બની રહી છે અને સત્તાપક્ષ અને પ્રશાસન કામગીરીમાં નબળાં પડી રહ્યા છે,ત્યારે માંડવી તાલુકા પંચાયતનાં વિપક્ષી નેતા અને એડવોકેટ અરવિંદસિંહ જાડેજાએ પોતાની વેદનાં ઠાલવતાં કહ્યુ કે,ગત તા : 20/04/2021 નાં રોજ રાજ્યમંત્રીની અધ્યક્ષ સ્થાને માંડવી શહેર અને તાલુકાની કોરોનાં સમીક્ષાની બેઠક માંડવી નગરપાલિકા ખાતે યોજાયેલ તેમાં માંડવીમાં 2 ઈલેક્ટ્રીક સ્મશાન બનાવવાની જાહેરાત કરેલ,ખરેખર હાલની પરિસ્થિતિ જોતાં 500 બેડની સુવિધા-સભર હોસ્પિટલની માંડવીને જરૂર છે સાથે ટેસ્ટીંગ કીટ,ઓકસીજન,વેન્ટીલેટર વગેરેની જરુરિયાત છે અને સંક્રમણની ચેઈન તોડવા ઓછામાં ઓછું 15 દિવસનું સખ્ત લોકડાઉનની જરુરિયાત છે,ત્યારે જનતાને રામભરોસે મૂકી સ્મશાનની જાહેરાત કરવી એ કેટલું યોગ્ય છે ? ત્યારે હાલની પરિસ્થિતિમાં માંડવી તાલુકા અને શહેર ભાજપ-કોગ્રેંસનાં ચુંટાયેલા જનપ્રતિનિધિઓ અને સાથે સ્વૈચ્છિક સંસ્થાઓનાં વડાઓ સાથે મડીને મીટીંગ કરી શહેર તેમજ તાલુકાની જનતાંને બચાવવાં જનજાગૃતિ લાવે અને લોકો કોરોનાની ગાઈડ-લાઈન નું પાલન કરે,જરુરિયાત વિનાં બહાર ન નિકળે,બહાર નિકળે ત્યારે માસ્ક પહેરે,હાથ સેનેટાઈઝ વારંવાર કરે અને સોશ્યલ ડિસ્ટન્સ રાખે અને માંડવી શહેર તેમજ તાલુકા ભરમાં સખ્ત લોકડાઉન લાવવામાં આવે તેવી અપીલ માંડવી તાલુકા પંચાયતનાં વિપક્ષી નેતા અને એડવોકેટ અરવિંદસિંહ જાડેજાએ કરી હતી.
દિનેશ અબચુંગ
માંડવી-કચ્છ.