ખુનના ગુનાનો ગણત્રીના કલાકમા ભેદ ઉકેલી કાઢતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓ આજરોજ અંજાર પોલીસ સ્ટેશન જા.જોગ નં-૪૮/૨૧ તા.ર૦/૦૪/૨૦૨૧ જાહેરથયેલ જે કામે જાહેર કરનાર જુમાભાઈ ઈલીયાસ આગરીયા રહે.ભચાઉ વાળાએ જણાવેલકે પોતાની દીકરી સલમા તેના સાસરેથી ભચાઉ ભાગી ગયેલ હોવાનુ તેના સાસરીયા જણાવતા તેણીના સાસરે જઇ તપાસ કરતા તેનો પતી અસગર જુસબ આગરીયા હાજર નહોઇ પોલીસ સ્ટાફ દ્રારા અલગ-અલગ ટીમો બનાવી તેમજ હુયુમન ઇન્ટેલીઝન્સના આધારે મથડા ગામના માણસોની મદદથી સર્ચ ઓપરેશન હાથ ઘરી પકડી પાડેલ અને સલમાના પતિ અસગર આગરીયા ની પુછપરછ કરતા તે ભાગી પડેલ તેણે તેની પત્ની સલમા ને મારી નાખી તેની લાશ ખેડોઇ સીમમાં નાખી દીધેલ હોવાનુ જણાવે અને તેણીની લાશ ખેડોઇ સીમ માથી શોધી કાઢી આગળની કાર્યવાહી કરી આ અંગે અંજાર ગુ.ર.ન ૧૧૯૯૩૦૦૩૨ર૧૦૩૬૭/ર૦ર૧ ઇ.પી.કો -૩૦૨ વિગેરે મુજબનો ખુનના ગુનો દાખલ થયેલ જે ગુનાની તપાસ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એન રાણા સા. નાઓ ચલાવી રહેલ હોઇ તેઓએ ગુનો શોધી કાઢી તે ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી રાઉન્ડ અપ કરી ગુનો શોધી કાઢેલ છે.
પકડાયેલ આરોપી
અસગર જુસબ આગરીયા ઉ.વ રપ રહે. મથડા તા-અંજાર
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.