દિલ્હીમાં એક મહિલાએ કરવ્યો તેની 13 વર્ષીય ભત્રીજીનો બળાત્કાર.
ભારત દેશમાં સામાજિક નરાધમોનો ત્રાસ હવે હદો પાર કરી રહ્યો છે. જેમાં પુરુષો તો ઠીક પણ હવે આ દેશમાં મહિલાઓય તેમાં પાછળ રહેવા નથી માંગતી. દિલ્હી શહેરના શાહબાદ ડેરી વિસ્તારમાં એક મહિલાએ પોતાની 13 વર્ષીય ભત્રીજીને જોરજબરદસ્તીથી શરાબ પીવડાવીને તેને પોતાના પ્રેમી પાસે તેની ઉપર બળાત્કાર કરવ્યો હતો. જે દિવસે મોદી સરકારે પોસ્કો એક્ટમાં સુધારો કરીને ફાંસીની જોગવાઈ કરતો વટહુકુમ જારી કર્યો તે જ દિવસે આ સૃષ્ટિ વિરુદ્ધની આ ઘટનાને આ મહિલાએ અંજામ આપ્યો હતો. યુવતી આખી લોહીલુહાણ થઈ ગઈ હતી. જ્યારે તેના પિતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોકટરોએ જણાવ્યુ હતું. ડીસીપી રજનીશ ગુપ્તાએ કહ્યું હતું કે,30 વર્ષની મહિલાને ઝડપી પાડી છે,અને તેનો પ્રેમી મુકેશકુમાર ત્યાથી નાસી છૂટ્યો છે. ત્યાર બાદ પોકસો એક્ટ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.