પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા કરાઇ રહ્યું છે ભાતીય માછીમારોનું અપહરણ. છ જેટલી બોટ પાકિસ્તાનનાં કબ્જામાં.

પાકિસ્તાન મરીનની દહેશત યથાવ્થ રહી છે. આજે રોજ માંગરોળની એક બોટનું અપહરણ કરાયું છે. માછીમારો જે સમયએ દરિયામાં માછીમારી કરતાં હતા. તે દરમ્યાન પાકિસ્તાન મરીન ત્યાં આવી હતી. અને બોટ તથા છ માછીમારોને પકડી લેવામાં આવ્યા હતા. મળતી માહિતીઓ મુજબ ભારતીય માછીમારો ઇન્ટરનેશનલ મેરિટાઈમ બાઉન્ડ્રી લાઇન પાસે માછીમારી કરી રહ્યા હતા તે સમયે દરમ્યાન તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.અપહરણ થયેલી બોટનું નામ “જય સોમનાથ ” છે. તેમજ આ બોટ માંગરોળની હોવાનું માલુમ પડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન મરીન દ્વારા અવાર નવાર ભારતીય જળસીમામાં ઘૂસીને આઈએમબીએલ પાસે માછીમારી કરતાં આ માછીમારોનું અપહરણ કરી જાય છે. હાલમાં જ ફેબ્રુઆરીમહિના જ મરીન દ્વારા પોરબંદર જળસીમામાંથી પાંચ એક બોટ સહિત 30 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું.આ અપહરણ કરવામાં આવેલ માછીમારો પોરબંદરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પાકિસ્તાન દ્વારા અવાર નવાર મરીન સિક્યોરિટી માછીમારો તથા બોટોનું અપહરણ કરવામાં આવવાથી માછીમારોમાં રોષ ફેલાઈ રહ્યો છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *