મુંદ્રા તાલુકામાં તાલુકા પંચાયત સામે બેસેલા ફકીરાભાઈ પરમાર ઉપર TDO દ્વારા અપાઈ ધમકીઓ.
મુંદ્રા તાલુકાનાં ફકીરાભાઈ ભલા ભાઈ પરમાર રહે મહેશનગાર મુંદ્રા જેઓ તેમના રહેણાક ની સામે આવેલ સાર્વજનિક જગ્યા જે મુંદ્રા તાલુકાનાં બરોઈ ગામની સિમમાં આવેલ છે તેના પાસે ઉમર હુસેન ખલીફા નામના વ્યક્તિએ બિન અધિકૃત રીતે દબાણ કરેલ છે અને ત્યાં બાંધ કામ કરીને ગેરકાયદેસર રીએ મકાન બનાવેલ છે. અને ફકીરાભાઈ ની ઉપરોક્ત બાંધકામ દૂર કરવા તેમજ તેમાં આવેલ પાણી અને લાઇટ કનેક્શન બંધ કરવામાટે સબંધિત કચેરીઓમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં લાગતા વડગતા અધિકારીઓ દ્વારા આ બાબતની કોઈજ પ્રકારનું ધ્યાન દોરવા માં નથી આવતું જેને ધ્યાનમાં લઈ ને જે તે વખતે ફકીરાભાઈ દ્વારા તા.3/010/2017 થી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી ની કચેરી સામે ભૂખ હળતાલ પર બેસેલ અને જેતે વખતે તેમને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા ઉપરોક્ત બાંધકામ હટાવવા અને તેમાં આવેલ પાણી નો કનેક્શન બંધ કરવામાટે બાહેધરી અને આશ્વાસન આપવામાં આવેલ અને તેમના દ્વારા જેતે વખતે સાહેબશ્રી ઉપર વિશ્વાસ મૂકીને તેમની ભૂખ હળતાલ બંધ કરેલ હતી પરંતુ તેમને આપવામાં આવેલ આશ્વાસન અને બાહેધરીનું પાલન કરવામાં આવેલ નથી તેથી જ્યાં સુધી ઉપરોક્ત ગેરકાયદે બાંધકામ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ફકીરાભાઈ દ્વારા સહ પરિવાર સાથે આજથી બિનમુદતી શ્રી તાલુકા વિકાસ અધિકારી સહેબશ્રી, મુંદ્રા -કચ્છની કચેરી સામે ભૂખ હળતાલ પર ઉતર્યા હતા અને ત્યારે ફકીરા ભાઈ તથા તેમના પરિવાર ને TDO શ્રી એ ભૂખ હળતાલ ઉપર બેસેલ જોઈ અને મુલાકાત લીધેલી પરંતુ આ ફકીરાભાઈ ની સમસ્યા સાંભડી અને TDO શ્રી એ ધમકી આપતા ફકીરા ભાઈ ને જણાવ્યુ કે આ સમસ્યા મારાથી હલ નઇ થાય તમને જ્યાં જવું હોય ત્યાં જાઓ અને તમારા થી થાય તેમ કરી લેજો અને આવું સાંભડતા ફકીરા ભાઈ ના પ્રેસર લો થઈ જતાં તેમણે સારવાર અર્થે 108 દ્વારા મુંદ્રા સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો ખરે ખર જો આ બાબતે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ બાંધકામ ને તોડી પાડી અને ફકીરા ભાઈ ને ન્યાય આપવામાં આવે તેવી ફકીરાભાઈ અને તેમના પરિવાર દ્વારા માંગ કરવામાં આવી હતી.