અબડાસા તાલુકાના વિવિધ ગામોમાં કોવિડ-૧૯ નું સંક્રમણ વધતા, તાલુકાના ૧૨ ગામોને અબડાસા પ્રાંત અધિકારીશ્રી દ્વારા કન્ટેન્ટ ઝોન તરીકે જાહેર કરી અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો

કોવિડ-૧૯ ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. ભારત અને ગુજરાત માં પ્રતિદિન કોવિડ-૧૯ ના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે વાઇરસ નું ફેલાવો અટકાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. રાજ્યના અબડાસા તાલુકામાં હાલમાં તા : ૨૧/૦૪/૨૧ ના જુદા જુદા વિસ્તારોમાં કોવિડ-૧૯ ના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવતા તેમજ વાઇરસ ના ઝડપી સંક્રમણ ને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલારૂપે લોકોની અવર-જવર પર તા : ૨૧/૦૪/૨૧ થી તા : ૦૫/૦૫/૨૧ સુધી અબડાસા તાલુકાના ડુમરા (મેઈન બજાર થી દેરાસર), નારાણપર, ખીરસરા (વીં), વરંડી મોટી, નલિયા (સમગ્ર પોલીસ લાઇન), ઉસ્તિયા, સમંડા, ખીરસરા (કોઠારા), સુથરી, સાંધાણ, કોઠારા, માનપુરા, સાંધવ અને ધુવાઈ ગામોને અબડાસા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણ સિંહ જૈતાવત સાહેબ દ્વારા માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. તમામ વિસ્તારમાં સરકારી ફરજ સિવાયના અન્ય વ્યક્તિઓની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડવામાં આવેલ છે. રાશન તેમજ જીવન જરૂરિયાત જેવી આવશ્યક ચીજ-વસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલિવરી થી લોકોના ઘર સુધી પહોંચાડી આપવામાં આવશે, તેવું અબડાસા પ્રાંત અધિકારીશ્રીએ જાહેરનામા માં જણાવેલ છે. તેમજ જાહેરનામા ભંગ બદલ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમો અને ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ જોગવાઈઓ અનુસાર જાહેરનાના ભંગ બદલ ફોજદારી કાર્યવાહી કરવા પણ અબડાસા પ્રાંત અધિકારીશ્રી દ્વારા જાહેરનામા માં આદેશ કરવામાં આવેલ છે.