ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી

મળતી માહિતી મુજબ/ આજે વિશ્વભરમાં કોરોના મહામારી ચાલી રહી છે. લૉકડાઉન લાગાવા અંગે અટકળો રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને કારણે લોકોને પડતી હાલાકી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં મંગળવારે સુનાવણી થશે. મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ તથા જસ્ટિસ બલરામ કારિયાની ખંડપીઠે અવલોક્યું હતું કે ટેસ્ટિંગ કરાવવામાં બેડ મેળવવા તથા ઓક્સિજન અને રેમડેસિવિર જેવાં સંશાધનો મેળવવામાં તકલીઅફ પડી રહી છે.રાજ્ય સરકારનું કહેવું છે કે તેમની સામે લોકોના રોજગારને બચાવવાનો તથા તેમના જીવને બચાવવાનો બેવડો પડકાર છે. જે ખાંડાની ધાર પર ચાલવા જેવો છે. ગત સુનાવણી દરમિયાન ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને રાજ્યમાં લૉકડાઉનની હિમાયત કરી હતી. ત્યારે હાઇકોર્ટ દ્વારા લૉકડાઉન સંબંધે સરકારને કોઈ નિર્દેશ આપવામાં આવે છે કે કેમ તે અંગે પણ મીટ મંડાયેલી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લૉકડાઉનને છેલ્લા વિકલ્પ તરીકે જ અપનાવવા માટે કહ્યું હતું. સોમવાર સાંજની સ્થિતિ મુજબ રાજ્યમાં એક લાખ 21 હજાર 461 દરદી સારવાર હેઠળ હતા. જેમાંથી 412 વૅન્ટિલેટર પર હતા.