અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં ફરીવરી ચોરોની ટોળી, રૂ.9.85 લાખની કરી ચોરી.
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં પણ ચોરોની ટોળીએ હાહાકાર મચાવીને રૂ.9.85 લાખની ચોરી કરીને છૂ થઈ ગયા છે. ઓઢવમાં આવેલી બે જુદી-જુદી સોસાયટીના મકાનોમાં ઘૂસીને ચોરોએ આ બનાવને પાર પાડ્યો છે. ઓઢવ વિસ્તારમાં આવેલી વલ્લભનગર સોસાયટીમાં રહેતા ગજેન્દ્રભાઈ જૈન ઓઢવ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. તા.22 એપ્રિલના રોજ ગજેન્દ્રભાઈ તથા તેમના પત્ની બંને રાજસ્થાન ધાર્મિક પ્રસંગે ભાગ લેવા માટે ગયા હતા. તે દરમ્યાન અજાણ્યા શખ્સોની ટોળીએ તેમના ઘરમાં પ્રવેસ કરીને સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રૂપિયા 7.65 લાખના મુદ્દામાલ ચોરીને છૂ થઈ ગયા હતા. જ્યારે તેઓ પરત પાછા ફર્યા ત્યારે ઘરના દરવાજા તથા બારીના સળિયા તૂટેલા હતા. તેમજ ગજેન્દ્રભાઈએ ઘરમાં જતાં જોયું તો બાજુ જ સામાન વેરવિખેર પડેલું જોયું તેમજ તિજોરી પણ ખુલ્લેલી પડીતી.
જ્યાં બીજી બાજુ પણ ઓઢવ-સિંગરવા રોડ ઉપર આવેલી આયુષ રેસિડેન્સીમાં રહેતા નીતિનભાઈ ભાવસારે ઓઢવ પોલીસ મથકે ફરિયાદ કરી હતી કે, ચોરોએ તેમના ઘરનો પણ દરવાજો તોડીને તિજોરીમાં રાખેલ સોનાના ઘરેણાં તેમજ રોકડ રૂપિયા 70.00ની કુલ રૂ.2.20 લાખના મુદ્દામાલની સફાઈ કરીને નાસી ગયા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11: 00 ચાલુ છે.