મોરબી: યુવક પર ચાર ઇસમોએ કર્યો હુમલો

મળતી માહિતી મુજબ/ મોરબી: વીસીપરા વિસ્તારમાં બાંધકામની સાઇટ ઉપર લઘુશંકા કરતા ઈસમને ફરિયાદી યુવકે લઘુશંકા ન કરવા માટે કહ્યું હતું જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા ઇસમે અન્ય 3 ઇસમોને બોલાવીને 2 જણને લોખંડના પાઇપ વડે મારમાર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ મથક મધ્યે ગુનો દાખલ કરાતા પોલીસે મારમાર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ચીમકી આપી હોવાની ગુનો નોંધીને ઇસમોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.