વિદ્યાનગર જીઆઈડીસીની ગંગા મોટર્સ કંપનીમાં આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો

મળતી માહિતી મુજબ/ આણંદના વિદ્યાનગર જીઆઈડીસીની ગંગા મોટર્સ કંપનીમાં આજે સવારના સમયે પ્રચંડ આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આજે સવારના અરસામાં GIDCમાં આવેલા ગંગા મોટર્સ નામની કંપનીમાં આગ લાગી હતી તેમજ થોડા સમયેમાં જ આગે પ્રચંડ રૂપ ધારણ કરી લીધું હતુ.આગને લીધે લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. બંધ યુનિટમાં આગ લાગવાથી સાચુ કારણ જાણવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા.