ગુજરાતમાં વકરેલા કોરોનાની મહામારીના કેશો દિવસેને દિવસે રોકેટની ગતિએ વધી રહ્યા છે

કોરોનાની પ્રથમ લહેરમાં નેશનલ વાઈડ લોકડાઉન લગાવીને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે વાયરસ ને રોકવાની કોશિશ કરી હતી. જોકે બીજી લહેર માં લોકો ટપોટપ મરી રહ્યા છે છતાં સ્થિતિ કાબૂ બહાર જણાય રહી છે હોસ્પિટલોમાં ઓક્સિજન નથી તો દર્દીઓની લાશો નો હોસ્પિટલ માં ભરાવો થયો છે અગ્નિ સંસ્કાર માટે લાકડાઓની અસર જોવા મળી રહી છે હોસ્પિટલોમાં બેડ ફુલ થયા છે ઇન્જેક્શનો માટે લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે  સરકારશ્રી ની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે હાલ તો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકોએ ઘરમાં રહી સુરક્ષિત રહેવું ઉચિત જણાય રહ્યું છે માસ્ક પહેરવું, સામાજિક અંતર રાખવું, હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ કરવો તેમજ કોવિડ-19 ની ગાઈડલાઇન નું ચુસ્તપણે પાલન કરવું ચુડામાં પણ સ્થાનિક પ્રશાસન દ્વારા વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા 20 બેડનો કોવિડ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. તેમજ જો પરિસ્થિતિ વણસી તો મોર્ડન સ્કૂલ ખાતે સો બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. ચુડા ના વેપારી એસોસિયેશન તથા સ્થાનિક આગેવાનો દ્વારા બપોર એક વાગ્યા પછી શયંભુ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી કોલડાઉન  લગાવવામાં આવ્યું છે. દૂધ મેડીકલ સેવાઓ કરિયાણું તેમજ આવશ્યક સેવાઓ શરૂ રહેશે.

બાઈટ- મામલતદાર ચુડા

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, મો-9016979696